________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
વીંધી નાખે. કેટલીક વખતે અમુક મોસમમાં અન્ય પક્ષીઓ નજરે પડે ત્યારે એ. જી. જી. ના માણસો કબૂતરોના ટોળાં ઉડાડે અને પો. એજન્ટ સાહેબ નિર્દોષ પારેવડાંઓને ગોળીએથી વીંધીને શિકારનો આનંદ માણે.
પણ આખરે સાદરાના મહાજન માટે આ પરિસ્થિતિ અસહ્ય થઈ પડી. એ જમાનામાં મહાજનનું ખાસું જોર અને રાજકર્તાઓ એ પણ આ વિદેશી અધિકારીને હિંદની મહાજન નામની સંસ્થા અને તેની શકિત વિષે કશો ખ્યાલ આપ્યો ન હતો. આમ છતાં મહાજનના પ્રતિનિધિઓ એક વખત તેને મળવા ગયા અને સાદરા જેવા અહિંસક વસ્તીવાળા ગામમાં આવી રીતે પ્રાણી હત્યા નહિ કરવા વિનંતી કરી.
સત્તાના નશામાં ચકચૂર અને રાજકર્તા તરીકેનું અભિમાન ધરાવતા એ. જી. એ આ વિનંતી ઠુકરાવી કાઢી અને ગામના ચોકમાં જ ઉભા રહીને પક્ષીઓનો વધુ બેફામ ઢંગે શિકાર ખેલવા માંડયો. મહાજન માટે હવે ખરેખરો કસોટીનો કાળ આવી પહોંચ્યો એણે તરત જ સભા ભરી અને સમસ્ત ગામને હડતાલનું એલાન આપ્યું.
અને આ તો મહાજનનું એલાન એ કોઈ રાજકીય પક્ષ કે વાડાની હોંસાતુસીમાંથી ઉદ્ભવેલો સ્વાર્થી સંઘર્ષ ન હતો. નાના મોટા તમામ વેપારીઓએ દુકાનો બંધ કરી. કામ કરનારા માણસોએ કામ બંધ કર્યા, ત્યાં સુધી કે ઝાડુવાળાઓ અને ભંગીઓએ સફાઈ કામ નેવે મૂકી દીધું. પોલિટિકલ એજન્ટના બંગલાના માળી અને ભંગીથી કરીને રસોયા સુધીના તમામ નોકરો હડતાલ પર ઉતરી ગયા.
એ. જી. જી. એ ગર્જના કરી. “હું બહારથી માણસો બોલાવીશ. સિપાઈઓને કામે લગાડીશ.”
ગામ લોકોએ પડકાર દીધો....આવવા દો. તમારા સિપાહીઓને અમારી લાશ પરથી જવું પડશે.”
દરમ્યાનમાં એ. જી. જી. ની મેડમ બિમાર પડી. ઉત્તર ગુજરાતની
|| ૨૬૬ ||