________________
મેં વાંચ્યું તમે પણ વાંચો એવીદર્દીલીઆદાસ્તાન છે. પણ પ્રજાનો જે વિરાટ આજે કુંભકર્ણની નિદ્રામાં પોઢી ગયો છે, એને જગાડવા આવા દર્દીને પણ મર્દ બનીને ઘણીવાર કલમ દ્વારા સશબ્દ બનાવવા પડતા હોય છે. બિહાર પટનાથી પ્રકાશિત એક દૈનિકમાં એકાદ વર્ષ પૂર્વે એવા સમાચાર પ્રકાશિત થયા હતા કે, બિહારની ધરતી પરથી એક વર્ષમાં ૫ થી ૭ બાળકોને ગાયબ કરવામાં આવ્યા છે મહિનાઓ સુધી આ સમાચારની આસપાસ અનેકવિધ પ્રશ્નાર્થોની સૃષ્ટિ ઘેરાતી રહી.પણ હમણાં એકાએક જ આ “બાળ -ચોરી”નું પગેરૂ પકડાઈ ગયું. થોડા મહિનાઓ પૂર્વેના હિન્દીદૈનિકોમાં એવા સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે, બાળકોના ચોરો રાજ્યના વિવિધ ભાગોમાં ફેલાયેલા છે, એ બધા ચોરો માસૂમ, ખીલેલા ફૂલ જેવા નાના - નમણા બાળકોને ચોરી – ચોરીને પટના પહોંચાડે છે, આ પૂર્વે એમને ઝેર પીવડાવીને કમોતે મારવામાં આવે છે. ઝેર પીધા બાદ મૃતપાય અને બેહોશ બનેલા એ બાળકોના ગળા ઉપર છરી ફરી વળે છે. - બલિની વેદી પર વધેરાતા બકરાની જેમ છરાના એક જ ઝાટકે શિશુઓના શરીર પરથી ઝૂંટવી લેવામાં આવેલા એ શિરમાંથી પછી માંસ આદિ કાઢી લઈને તેને પાણીમાં ઉકાળીને સૂકવવામાં આવે છે.
આજે સંપૂર્ણબિહાર ધ્રુજતા ચહેરે અનેક પ્રશ્નો એકી સાથે પૂછી રહ્યું છે : બાળકોની ગરદન કાપનારા આ નર - રાક્ષસો કોના ઈશારે આવી બાળહત્યાનું પડ્યુંત્ર ચલાવી રહ્યા હશે? આવા ક્રૂર કસાઈઓ સુધી બાળકો કઈ રીતે પહોંચતા હશે? ત્યાં સુધી બાળકોને પહોંચાડનારા દાનવો કોણ હશે ?જે બાળકોના ધડથી ગંગાની ગોદ અપવિત્ર બનાવાઈ રહી છે, એબાળકોનો કોઈ અપરાધ ખરો? આ અને આવા રૂંવાટાં કંપાવનારા સવાલોને ઉકેલવા જતા જે કરૂણ - કહાણીના અંશો બહાર આવ્યા છે, એ તો વળી આંખમાંથી આંશુ નહિ. લોહી ખેંચી લાવે, એટલાં બધા દદલાં છે.
પૈસાના ભૂખ્યા એવા કેટલાક ચોરો છે. અને એ ચોરોને સહાય
| ર૭; //