________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
સમયમાં સમજાયું ત્યારે તેનો લાભ લઈને તેણે ‘‘કલ્ચર્ડ’ મોતી પેદા કરવાની પદ્ધતિ વિકસાવી. જાપાનીઓ આ પદ્ધતિ વિકસાવવામાં આગેવાન હતા.
આમ કલ્ચર્ડ મોતી એ માનવીએ વિકસાવેલી પદ્ધતિથી બને છે. પરંતુ તે બનાવટી અથવા ખોટું નથી કારણ કે માનવી તે કાલુ માછલી પાસે જ સર્જાવે છે. અલબત્ત, તેનાથી મોતીની વિરલતા ઓછી થઈ જાય છે.
કાલુ માછલીઓ પાસે મોતી પેદા કરાવવા માટે એવી માછલીઓને એકઠી કરવામાં આવે છે અને તેઓને જીવંત રાખવા માટે ખારા પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. તે પછી કાલુ માછલીની છીપ અને તેની સાથે જોડાયેલા તેના શરીરના ભાગની વચ્ચે કઠણ કણ કૃત્રિમ રીતે દાખલ કરવામાં આવે છે. અમેરિકાના પિગટો કલેમની છીપનો કણ આ કાર્ય માટે ઉત્તમ ગણાય છે. કાલુ માછલીના શરીરમાં ઊંડું છિદ્ર પાડીને તેમાં આવા કઠણ કણને ઘુસાડવો એ મુખ્ય કાર્ય છે. પરંતુ કણને એકલો ઘુસાડવામાં આવતો નથી. એક કાલુ માછલીને જુદી રાખીને તેના શરીરના માંસમાંથી એક પડનો નાનકડો ભાગ લઈને તેને પણ કઠણ કણની સાથે, જે કાલુ માછલીની પાસે મોતી પેદા કરાવવું હોય તે માછલીના શરીરમાં પાડવામાં આવેલા છિદ્રમાં બેસાડવામાં આવે છે. આમ કાલુ માછલીઓની છીપમાં (છીપની સાથે માછલીના શરીરને જોડતા ભાગમાં) કઠણ કણ દાખલ કરવાની સાથે માંસ કોષોનું પડ પણ દાખલ કરવા માટે એવું પડ મેળવવા ૧૨ થી ૧૫ કાલુ માછલી દીઠ એક કાલુ માછલીનો ઉપયોગ કરવામાં આવે છે.
કઠણ કણ દાખલ કરવાની શસ્ત્રક્રિયા જે કાલુ માછલીઓ પર કરવામાં આવી હોય, એવી ૫૦ થી ૬૦ માછલીઓને એક “પીંજરા’” માં રાખવામાં આવે છે અને આવા પીંજરાઓને દરિયામાં ૪ થી ૬ અઠવાડિયા સુધી ડૂબેલાં રાખવામાં આવે છે. આ દરમિયાન કેટલીક કાલુ માછલીઓ જીવંત રહે છે અને બીજી શસ્ત્રક્રિયાના આઘાતથી મરી જાય છે નાના કણમાંથી નાનું મોતી એક મોસમમાં તૈયાર થાય છે જ્યારે મોટાં મોતી તૈયાર થતાં ૩ થી
|| ૨૭૬ ||