________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
એ ઘરમાં આવ્યા. ફળિયામાં એક ઝાડ હતું. ઝાડની નીચે એમની પાટ પડી રહેતી. એના ઉપર એને સુવાડયો.
“પાણી....પાણી....”
“અરે બેટા તાના અરે રીરી ! એક પાણીનો લોટો લાવ જલદી. આ કોઈ પરપુરુષ નથી. આ તો વ્યાધિગ્રસ્ત ને અંતકાળે આવેલો કોઈક પાગલ છે બેટા ! પાણી લાવ’
તાના પાણી લાવી. ને એની નજર દરદી ઉપર પડી.જળપાત્ર હાથમાં રહી ગયું.
“કાં બેટા ! પાણી લાવને......કેમ.....કેમ..... શું જોઈ રહી છે ?” “બાપુ ! આ કોઈ પાગલ નથી. એની તરસ પાણીથી ટળશે નહિ’ “એ શું ?”
“હા, બાપુ ! ભગવાનને મારો ધર્મ પૂછી રહી છું.’’
“તારો ધર્મ.... શું......?”
“બાપુ, શાસ્ત્રોએ વર્ણવેલા દીપક રાગનો આ પરચો છે. બાપુ. આ માનવી જે હો તે હોય, પણ અદ્ભુત સંગીતસાધક છે. એણે દીપકની સાધના કરી છે. ને દીપક એને રોમ રોમ ફૂટી નીકળ્યો છે. સેંકડો વરસોમાં જે કોઈથી નથી થયું તે એણે કર્યુ છે.’’
“પણ એમાં તારા ધરમની શી વાત ?’’
“મલાર રાગ કોઈ ગાય, તો એનાથી વરસાદ થાય, એ વરસાદનું સ્નાન આને થાય તો આ માનવી નિરોગી થાય’
“એમ ?”
“હું ગાઉ – ગાઈ શકું છું – ગાઉ – એ નીરોગી થાય – ને મારો વિધવાધર્મ ચલિત થાય. એટલે જ બાપુ, પૂછું છું ભગવાનને મારો ધર્મ શો ?’’
|| ૨૬૬ ||