________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
તાનસેનજીની પ્રતિભા જેમ – જેમ વધતી ગઈ, તેમ – તેમ વિરોધીઓ પણ વધતા ગયા. જેમ · જેમ અકબરશાહ એને સંગીતસમ્રાટ તરીકે બિરદાવતા ગયા, તેમ – તેમ એમના સામ્રાજય સામે બંડખોરો પણ વધતા
ગયા.
એમાં એક વાર દીવાને આમમાં વાતવાતમાં વિવાદ થઈ પડયો. તાનસેનજી સંગીતસમ્રાટ તો ત્યારે કે જ્યારે એ ભુલાઈ ગયેલો, દીપક રાગ ગાઈ બતાવે.
ને એ રાગ એમણે ગાયો છે એ સાચો છે કે નહિ તેની પરીક્ષા તો સ્વયંસિદ્ધ છે. સાચો રાગ સાચી રીતે ગવાશે તો દીવા આપોઆપ સળગી ઊઠશે જ ને !
ચડસાચડસી થઈ ગઈ ને અકબરશાહ પણ એ ગાડીમાં બેસી ગયા. “બસ, શાહી ફરમાન છે. માબદૌલત દીપક રાગ સાંભળવા માંગે છે ?’’ અને તાનસેનજીએ દીપક રાગ ગાયો. અને દીપકો જલ્યા. બાદશાહ ખુશ થયા. મોંમાથી નવાજિશ આપવાને તૈયાર થયાં.
પણ નવાજિશ આપે કોને ?
તાનસેન તો પાગલ થઈ ગયા હતા. એમના રોમેરોમમાં આગ પ્રકટી નીકળી હતી. એમના અવાજની ગરમી એ દીપકો તો સળગાવ્યા, પણ એ ગરમીએ એમનો તો જાણે જીવતા ને જીવતા સળગાવી દીધા.
પાછલી બુદ્ધિના શાહનો પસ્તાવો તમામ એળે ગયો : “અરે, આ ગરમીનો કોઈ વૈદ ?’’
કોઈનીયે દવા, કોઈનીયે હકીમી કામ ન આવી.
અરે, આનો કોઈ ઉપાય ?
અગર કોઈ સંગીતકાર શુદ્ધ મેઘમલાર ગાય - ગાઈ શકે તો એ ગાતાંની સાથે વસ્તાદ પડે. એ વરસાદથી જો તાનસેનજીને સ્નાન કરાવવામાં
|| ૨૬૩ ||