________________
મેં વાંચ્યું તમે પણ વાંચો લેબલવિનાની શીશી અને ઉઘાડું વાસણ આપણાં દુશ્મન છે.
આપણે એનાથી હંમેશા સાવચેત રહીએ. ને દરેક વસ્તુઓને ઉપયોગપૂર્વકરાખીએ. કલ્યાણ સપ્ટેમ્બર ૧૯૬૩
(ચિત્રલેખા)
પ્રાણો આપી પ્રાણ બચાવ્યા
સારાયે ભારતની સંગીતકલાના ઈતિહાસમાં એક વારને માટે પણ અદ્ભુત તેજથી ચમકી જનાર સંગીતકલાની તવારીખની શુક્રતારા સમી કલાધરિત્રી તાનારીરી એવડનગરની નાગર કોમમાં જન્મેલી નારી હતી.
વાત આવી બની?
શહેનશાહ અકબરના દરબારમાં તાનસેનજી એક અદ્ભુત ગવૈયા હતા. આજે સંગીતકલામાં જાતભાતનાં સાજોમાંથી તમે ગમે તે એક, બે કે ચાર સાજ વાપરો, તો પણ તબલાં તો એમાં જોઈએ ને જોઈએ જ. એ તબલાંના તાલની સૌથી પહેલી શોધતાનસેનજીએ કરેલી મનાય છે.
તાનસેનસંગીતને વર્યા હતા. સંગીતની કલા તાનસેનજીને વરી હતી. એમણે અનેક ભુલાઈ ગયેલાં, નામશેષ રહેલાં રાગરાગિણીઓને ફરીને જીવતાં કર્યા હતાં. એટલે જ સંગીતશાસ્ત્રમાં તાનસેનજીને રાગના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
આવો એક નામશેષ બનેલો રાગ દીપક. સંગીતપરંપરામાં દીપક રાગ માટે તો એવું કહેવાતું કે એ રાગ કોઈ ગાયતો દીવાઓ આપમેળે જલવા માંડે, લાકડામાંથી અગ્નિ આપમેળે જલવા માંડે.
આવું દીપક રાગ માટે કહેવાતું. પણ અકબરશાહના જમાનામાં તો એ કેવળ પરંપરાની વાત ગણાતી, કવિની કલ્પના માત્ર દેખાતી. એવો રાગ કોઈ ગાઈ શકયું ન હતું. ને કોઈ ગાઈ શકે એમ કોઈ માનતું ન હતું.
| રદ્દર ||