________________
મેં વાંચ્યું તમે પણ વાંચો પુત્રની સાથે બેસીને પીધી. લગભગ એકાદ કલાકમાં ત્રણેય મરી ગયા.બાદમાં જ્યારે કીટલીમાં મરેલો – ઉકળેલો સાપ નીકળ્યો ત્યારે પાડોસીઓએ ત્રણેયના અચાનક મૃત્યુનું રહસ્ય જાણ્યું.
ગામના મુખીનો જમાઈ લગ્ન પછી પહેલીવાર આવ્યો, ત્યારે ઘરમાં અને પાસપડોસમાં એની સારી પેઠે આગતા સ્વાગતા થઈ. રાતે સાળી મલાઈદાર દૂધનો પ્યાલો લઈને આવી, પરંતુ જમાઈરાજે તો પહેલેથી જ ખૂબ દબાવ્યું હતું. બહુ જ આગ્રહ થયો એટલે નક્કી થયું કે દૂધ ભલે રાખી જાય, થોડીવાર પછી તેઓ જાતે પી લેશે.
દૂધનો પ્યાલો બારી પર રાખીને સાળી તો ચાલી ગઈ અને જમાઈરાજ સૂઈ ગયા. રાતે આંખ ઉઘડતાં દૂધનો ખ્યાલ આવ્યો. અધમીંચી આંખે ગ્લાસ હાથમાં લીધો અને ઘૂંટડો ભર્યો તો મોંમા બીજી કોઈ ચીજ આવી. સમજ્યો કે મલાઈની મોટી તર હશે એટલે તેણે એને ગળે ઉતારવાની કોશિશ કરી પરંતુ આ તે કેવી મલાઈ કે ગળામાં જાણે ઉપરાઉપરી સોંઈભોંકી રહી છે અને સોઈ પણ ઝેરીલી.... જાણે આગ !
ગભરાઈને દૂધ થૂંકી નાંખ્યું અને લાલટેનથી જોયું તો મોટો લાલ કરોળિયો હાય રે મરી ગયો, મોંમાથી ચીસ નીકળી પડી તો ઘરના બધા લોકો દોડી આવ્યા. સૌએ જે જે ઉપાયો બતાવ્યા તે કરી જોયા. પરંતુ ગળુ સુઝવાથી શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી ને સવાર થતાં પહેલાં જ જીવન સમાપ્ત થઈ
ગયું.
દુકાનદારે હજુ દુકાન બરાબર ઉઘાડી જ ન હતી ત્યાં ઘરાક આવી ગયા – “દહીંની લસ્સી બનાવો.....'' દુકાનદારે નવું કુંડુ બહાર કાઢયું અને પોતાના છોકરાને લસ્સી બનાવવાનું કહીને કામમાં લાગી ગયો. ઘરાક બેહતા પણ લસ્સી એક જણે પીધી ને બીજાએ બાજુની હોટલામાંથી ચા મંગાવી બંને
|| ૨૬૦ ||