________________
મેં વાંચ્યું તમે પણ વાંચો એક રીકામાં બેસીને ગયા, પરંતુ ઘરે પહોંચતા - પહોંચતા જ લસ્સી પીવાવાળાની હાલત ખરાબ થઈ ગઈ !
એનો સાથી એને તુરત હોસ્પીટલમાં લઈ ગયો પરંતુ ડોકટરે કહ્યું, “એને ઝેર આપવામાં આવ્યું છે પોલીસને ફોન થયો, પુછપરછને અંતે પોલીસ લસ્સીવાળાની દુકાને પહોંચી. દુકાનદારે કુંડુ બતાવ્યું અને એમાંથી દહીં લઈને એક ગ્લાસ બનાવી પોતાના છોકરાને પીવડાવી, “જોઈ લ્યો, ઈન્સ્પેકટર સાહેબ, અમારી લસ્સીમાં શું ખરાબી છે? એના આવ્યા પછી જ તો મેં કુંડુ બહાર કાઢયું હતું?”
લસ્સી પીતાની સાથે જ દુકાનદારનો છોકરોચકળવકળ થતાં બોલવા લાગ્યો, “મરી ગયો રે.... મરી ગયો.”પોલીસ અને હોસ્પીટલમાં લઈ ગઈ. દહીંનું કુંડુ પણ સાથે લીધું.
ઈલાજ કરવામાં આવ્યો પરંતુ પેલો ઘરાક અને દુકાનદારનો છોકરો બંને મરી ગયા. પાછળથી જણાયું કે કુંડમાં ઢેઢગરોળી હતી અને બંનેનું મૃત્યુ એનાવિષથી થયું હતું.
આ મૃત્યુના કારણ ભલે ભિન્ન-ભિન્ન હોય, મૂળ કારણ તો એક જ છે – “ઢાંકણ”
આપણે બધી ચીજોને ઢાંકીને રાખવાની આદત નથી પાડી. ઢાંકણનું મહત્વનથી સમજ્યા. નથી સમજ્યા તો કાંઈ વાંધો નહિ, પરંતુ હવે સમજી લ્યો અને પેલું સુખી કુટુંબ, મોઘેરો જમાઈરાજ અને નિર્દોષ યુવાનોની દુઃખ ભરી વિતક કથા પર ધ્યાન આપીને નિશ્ચય કરો કે ઘરની દરેક ચીજ ઢાંકણથી ઢાંકીને રાખીશું.
લેબલ અને ઢાંકણ.... આપણાં બે દોસ્ત.... આપણે એની ઉપેક્ષા ન કરીએ.
| ૨૬૦ ||