________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
રૂપ?
આપણાં ઘરોમાં, ખાસ કરીને શહેરોમાં, કાંઈ નહિ તો બે-ચાર શીશીઓ જરૂર હોય છે. આંખની દવા આવી, આંખ સારી થઈ ગઈ, પરંતુ જે દવા બચી તે કોઈ બારી કે કબાટ પર રાખી મૂકી છે. એની બાજુમાં જ મૂકેલી શીશીમાં મિકસ્થર છે, અન્યમાં કોઈ ગોળીઓ, અથવા બીજું કાંઈને કાંઈ હોય છે. મોટા ઘરોમાં તો આવા કામ માટે એક અલગ અલમારી હોય છે. જેમાં દસ-વીસ નહિ, પરંતુ સો-બસ્સો શીશીઓ રહે છે. કઈ શીશીમાં શું છે, કયા કામ માટે છે એનો કોઈ પત્તો જ નથી. જ્યારે કોઈ દવાની જરૂર પડે છે ત્યારે દરેક શીશીને ઉપાડીને દુરબીનની જેમ આંખ માંડવામાં આવે છે, જોવા – પરખવામાં આવે છે ને પછી કાંઈ ખબર ન પડતાં એની એ જગ્યાએ રાખી મૂકવામાં આવે છે.
આ બધું એટલા માટે કે આપણે શીશીઓ પર લેબલ લગાડવાની આદત નથી પાડી. લેબલનું મહત્ત્વ નથી સમજ્યા. કાંઈ વાંધો નહિ પરંતુ હવે સમજી લ્યો અને પેલા માસુમ બાળક સુંદરશ્યામની ફૂટેલી આંખો અને વૈદ્યરાજના નાનાભાઈની મુશીબતો પર ધ્યાન દઈને ગાંઠ વાળો કે ઘરની દરેક શીશી પર એક લેબલ હોય જેના પર દવાનું નામ, દરદનું નામ અને દવા આપ્યાની તારીખ લખેલ હોય.ઘરમાં ગંદકે લાઈન હોય તો લેબલને દોરાથી બાંધી દેશો અને યાદ રાખો કે લેબલ વિનાની શીશી એ સાપનું બચ્યું છે.
સાપનું બચ્ચું! કયાં સાપ, ક્યાં કીટલી? રાતે હરતો ફરતો એક સાપ રસોડામાં આવ્યો અને હા બનાવવાની કીટલીમાં કુંડલીવાળીને બેસી ગયો. કીટલી ઉઘાડી હતી વહેલી સવારે અંધારામાં ગૃહિણી ઉઠી અને કીટલીમાં થોડું પાણી નાખી, ઢાંકણું ઢાંકી, ચૂલા પર રાખીને નિત્યક્રમમાં પરોવાઈ ગઈ. થોડીવારમાં તેણે ત્રણ કપ ચા બનાવી અને પોતાના પતિ –
| ૨૬૬ ||