________________
મેં વાંચ્યું તમે પણ વાંચો તેડીને તેને પંપાળીને છાનો રાખવાનો પ્રયાસ કરવા લાગી પરંતુ બાબો ચૂપ ન થયો, રડતો જ રહ્યો. મીનાને ગાળો સંભળાવતી મીનાની મા રસોડામાંથી બહાર નીકળી તોયે બાબાએ ન દૂધ પીધું કે ન શાંત પડ્યો. મા એ ઘૂઘરો વગાડ્યો. ચાંદામામાના ગીત ગાયા પરંતુ બાબો ચૂપ ન થયો, એ ખરેખર તરફડી રહ્યો હતો.
બાબાના પિતાજી હજુ દુકાનેથી નહોતા આવ્યા. મીનાએ મને બોલાવ્યો. બાળકોને પટાવવામાં હું પણ સારો એવો માસ્તર હતો પરંતુ મને નિષ્ફળતા મળી. એટલામાં તો તેઓ પણ આવી ગયા પરંતુ અમે ચારે મળીને ય બાબાને છાનો ન રાખી શકયા.
મેં કહ્યું આંખમાં વધારે દુખતું લાગે છે. એક વાર વધુ ટીપાં નાંખી જુઓ. કદાચ દુખાવો મટી ઘટી જશે. મીનાએ શીશી લાવીને પોતાના પિતાજીના હાથમાં આપી. શીશી હાથમાં લેતાં જ તેઓ ચોંકીને બોલી ઉઠયા, અરે, આની આંખમાં શું આ નાખ્યું હતું?”
“હા, બા એ એ જ નાખવા માટે કહ્યું હતું.” મીનાનો આ જવાબ સાંભળતા જ તેઓ રડી પડ્યા- બસ ભાઈ,હું તો બરબાદ થઈ ગયો.આમાં તો ઘરેણા ધોવા માટેનો તેજાબ હતો?”
અમે બંને તરફડિયા મારતાં બાળકને લઈને ડોકટરની પાસે ગયા, પરંતુ ડોક્ટર હવે શું કરે?આંખ અંદર સુધી બળી ગઈ હતી.ગુસ્સો આંધળો હોય છે. મીનાને ખૂબ માર પડયો, પરંતુ એ બિચારીનો શું વાંક હતો? મા એ જયાંથી કહ્યું ત્યાંથી તેણે શીશી ઉપાડી હતી. એને શું ખબર કે ત્યાં બીજી કોઈ શીશી પડી હશે અને કઈ શીશીમાં શું હશે?
નાની શી ભૂલનું કેટલું ભયંકર ફળ?
ગામડાના એક વૈદ્ય મારા મિત્ર છે. તેઓ કોઈ દરદી ને જોવા માટે બાજુના ગામમાં જઈ રહ્યા હતા. એ વખતે એમના નાના ભાઈએ કહ્યું, “મારું
|| ર૬૭ ||