________________
મેંવાંચ્યું તમે પણ વાંચો લેબલ અને ઢાંકણ
-શ્રી પ્રભાકર રાચ્છ શ્રી કનૈયાલાલ મિશ્રના લેખનો અનુવાદ “મીના, જા, બાબાની આંખમાં ટીપાં નાંખીને એને સુવડાવી દે.”
“શીશી કયાં રાખી છે બા?” કબાટ ઉપર બધી શીશીઓ પડી રહે છે ત્યાં....બીજે વળી કયાં રાખશે?”
મારી પાડોશમાં એક ગૃહસ્થ રહેતા હતા. તેઓ સોનીનું કામ કરતા હતા. સારા એવા કારીગર હતા.બિચારાએ પીરો પર ચાદરો ચડાવી. પંડિતો પાસે જાપ કરાવ્યા અને દેવદેવીઓની ન જાણે કેટલીયે માનતા માની, ત્યારે ખરી રીતે તો પુણ્યાઈના પ્રભાવે એમના ઘરમાં છ કન્યાઓ પછી પુત્રરત્નની પધરામણી થઈ હતી. સોનીઓમાં સૌન્દર્ય હોય જ છે પરંતુ આ દીકરો તો સુંદરોમાં પણ સુંદર હતો. મા એ એનું નામ રાખ્યું સુંદરશ્યામ પરંતુ લાડમાં સૌ એને બાબો જ કહેતા.
એદસેક માસનો થતાં એની આંખો ઉઠી આવી.માએ અનેક ઉપાયો કર્યા. દૂધની મલાઈ રાખી જોઈ. મરચું, મીઠું અને અજમો ચૂલામાં નાખીને નજર ઉતારી.પરંતુ બાબાની આંખમટી નહિ ત્યારે એણે ડોક્ટર પાસેથી દવા મંગાવી.એજ દવા તેણે બાબાની આંખમાં નાખવા માટે પોતાની મોટી દિકરી મીનાને કહ્યું.
મીનાએ કબાટ પર રાખેલી શીશી ઉપાડી, બાબાને ખોળામાં સુવડાવ્યો અને એની આંખમાં ડ્રોપરથીદવાના ત્રણ -ચાર ટીપા નાંખ્યા ટીપાં પડતાં જ બાબોચીસ પાડી ઉઠયો, પરંતુદુખતી આંખમાંદા પડવાથી બાળક તો રડેજ.એટલે મીનાએ એને ગોઠણેથી દબાવીને બીજી આંખમાં પણ ડ્રોપર ટપકાવી દીધું. બાબો તરફડી ઉઠયો. શીશી તેણે ત્યાં જ રહેવા દીધી અને બાબાને
/ ર૬૬ ||