________________
મેં વાંચ્યું તમે પણ વાંચો જઈએ તો તેના ઘણાં દુષ્પરિણામોમાંથી બચી શકાય અને ધીમે-ધીમે તેમાંથી મુક્તિ મેળવવાની દિશામાં પણ ગતિ થાય.
જીવનના રોજના અનુભવમાં નિંદા - પ્રશંસા સાંભળવાનું બને જ છે. આવા દરેક પ્રસંગે આપણે વિચારવું કે આ નિંદા વધુમાં વધુ શું નુકશાન કરી શકે એમ છે અને આ પ્રશંસા કેટલા પ્રમાણમાં લાભદાયી થવાનું બળ ધરાવે છે. આવા અવલોકનથી ખાતરી થશે કે આપણા ચિત્તને ક્ષુબ્ધ બનાવી જતી નિંદાની લહરીઓની ખાસ કશી કિંમત નથી અને જરીવાર અભિમાનની લાગણી જગાડી જતી પ્રશંસા પણ આપણા કામમાં કે જીવનમાં ખાસ કોઈ શકિત ઉમેરી શકતી નથી. ભૂતકાળમાં નિંદા - પ્રશંસાના અનેક બનાવો બન્યા હશે, એ બધાનું પરિણામ તપાસીશું તો ખાતરી થશે કે, નિંદાથી ડરવા જેવું નહોતું ને પ્રશંસાથી હરખાઈ જવામાં પણ ભૂલ થઈ હતી. નિંદા – પ્રશંસાના પરિણામોને તેના પ્રમાણમાં જ પારખી લેવાની શકિત આપણે કેળવવી જોઈએ નેઅવસરે આપણે આપણા અંતરજીવનને મધ્યસ્થ ભાવે સમદૃષ્ટિથી વિવેકપૂર્વક જોવું એ જ નિંદા તથા પ્રશંસાથી થતા અનર્થોથી બચવાનો સરલ માર્ગ છે. (કલ્યાણ માર્ચ ૧૯૮૦) (જનકલ્યાણ” માંથી સાભાર)
બાર વર્ષે પતિ ઘેર આવે છે. પત્ની અનિચ્છાએ સામે જાય છે. પતિનો વૈભવ જોઈને આશ્ચર્ય થયું. શેઠાણી મંગળ ગીત લલકારે છે. – “આવો પધારો પ્રિયતરાય,લળી લળી લાગું તમારા પાય.” ત્યારે પત્ની સાંભળે તેમ શેઠ બોલ્યા- “મેરે રમને ઋીયા તિનોર, રવા ગયા હૂમર ગયા વોર.' શેઠાણી સમજી ગયા કે મારા આપેલા ઝેરી લાડવા તો ચોરો ખાઈને મરી ગયા. શેઠ બચી ગયા. શેઠ પણ આ વાત ગંભીરતાથી પચાવી ગયા. (નિંદા ન કરી)
-ધર્મદૂત મે-જૂન-૨૦૪૮.
|| ૨૬૬ ||