________________
મેં વાંચ્યું તમે પણ વાંચો એવુંજ પ્રશંસાનું છે. આપણી પ્રશંસા કરનારાઓમાંથી કેટલાક લોકો તદન સહજ રીતે કોઈનું સારું કામ પ્રશંસાને પાત્ર ગણાય એવું લાગણીપૂર્વક માનનારા હશે. કેટલાકને એમાં પોતાના આચાર કે વિચારનું પ્રતિબિંબ દેખાતું હશે.કેટલાક આપણા પ્રીતિપાત્ર બનવા અથવા તો સારું લગાડવા માટે પ્રશંસા કરતા હશે. જેમ દુશ્મનો પણ નિંદા કરે તેમ દોસ્તો પણ પ્રશંસા કરે. પરંતુ તેમની સંખ્યા નિર્દકોને પ્રસંશકોની કુલ સંખ્યાની સરખામણીમાં તો હમેશાં અતિશય ઓછી જ રહેવાની.
સામાન્ય રીતે પ્રશંસા સાંભળતા માણસમાં અભિમાન પ્રગટે છે અને તેમાંથી બેદરકારી જન્મે છે. આ ભયસ્થાનની જોડે,પ્રશંસાની સાથે મિત્રતાનો જે ભ્રમ પેદા થાય છે તેને પણ ધ્યાનમાં લેવાની જરૂર છે. આપણે એમ સ્વીકારી લઈએ છીએ કે જેઓ આપણું કામ પસંદ કરે છે, તેઓ તેમાં સીધી – આડકતરી રીતે સહાયરૂપ પણ થશે. આપણને એ ધ્યાનમાં રહેતું નથી કે પ્રશંસા કરવામાં થોડા મધુર શબ્દો ઉચ્ચારવાના હોય છે. એ શબ્દો અંતરના હોય તો તેની કિંમત છે ખરી પરંતુ સહાયમાં તો ત્યાગને પરિશ્રમની જરૂર પડે છે. હૃદયમાં તો આપણા કે આપણા કામ પ્રત્યે મમતા પેદા ન થાય તો ત્યાગપરિશ્રમની લાગણી પેદા થઈ શકે નહિ. સામાન્ય પ્રશંસા કરતાં આ સ્થિતિ ઘણી દૂરની છે ને તેમાં ઠીક-ઠીક પંથ કાપવો પડે છે. પ્રશંસાથી આપણું મન પ્રફુલ બને ત્યાં સુધી તો વાંધો નહિ. પરંતુ જાણ્ય - અજાણ્યે અપેક્ષાઓ પણ પ્રગટવા લાગે તો અંતે નિરાશ થવાનો સમય આવે છે.
નિંદાને ધીમું ઝેર કહ્યું છે તે સાચું છે. એ રીતે પ્રશંસાને અફીણની ઉપમા આપી શકાય. એક ધીમે – ધીમે મારી નાખે, બીજુ બેભાન બનાવી. નિર્બળ બનાવી અંતે નાશ કરે.આ બંનેમાંથી છુટવાનો આપણો પુરુષાર્થહોવો જોઈએ. પરંતુ નિંદા - પ્રશંસામાંથી છૂટવાનું તો મોટા યોગીઓ માટે પણ મુશ્કેલ હોય છે. નિંદાથી જેના મનનું ફુલ સહેજ પણ કરમાયું ન હોય અને પ્રશંસાથી વિકસ્યું ન હોય એવા આ જગતમાં કેટલા હશે? આ સ્થિતિમાં નિંદાપ્રશંસાથી અસર અનુભવતી વખતે આપણે તેની સાચી શક્તિ કેટલી તે સમજી
|| ૨૬૪ ||