________________
મેં વાંચ્યું તમે પણ વાંચો રીતે જોઈએ તો આ બાબતમાં કરનાર ને સાંભળનાર સરખા જ ગુનેગાર છે. અમુક દાખલામાં ઈચ્છા ન હોય છતાં કોઈની નિંદા સાંભળી લેવાની સ્થિતિમાં માણસ મુકાઈ જાય છે. પરંતુ મોટે ભાગે તો નિંદા સાંભળનારો બોલનારને પોતાના મુખભાવથી કે અમુક શબ્દોથી ટેકો આપી ઉત્તેજે છે. આવા દાખલામાં કહેનાર કરતાયે સાંભળનાર વધુ દુષ્ટ અને વધુ નિંદા પ્રિય હોવાનો સંભવ છે.
કોઈવાર નિંદા આપણા પાપ આડેનો પડદો બને છે, જે ખામી આપણામાં હોય તે સતત બીજામાં બતાવ્યા જ કરીએ ને તેની સાબિતીઓ પણ આપીએ તો લોકોનું ધ્યાન બીજી બાજુ દોરવાય છે અને આપણે સલામત બની જઈએ છીએ. આ સલામતી કેટલો કાળ ટકે છે એ પ્રશ્ન જુદો છે, પણ બીજાની નિંદા કરવાનું જોર તો એમાંથી જ પેદા થાય છે.
નિંદારસમાંથી મુક્ત થવાના સ્થુળ નિયમોમાં સૌથી અગત્યનું સ્થાન ઓછું બોલવાને મળી શકે. જો આપણે બહુ ઓછુ બોલવાની ટેવ પાડીએ તો આપણાથી આપો આપ બીજાની નિંદા થતી અટકી જશે. બીજા પાસેથી કોઈની નિંદા સાંભળવા મળે, ત્યારે જો ઉત્તેજન આપવાનું આપણે બંધ કરીશું તો તેનો ઉત્સાહ ઓછો થઈ જશે. જો હિંમત હોય તો નિંદકને બોલતા રોકીએ. એવી હિંમત ન હોય અથવા એમ કરવું યોગ્ય ન લાગતું હોય તો એ વિષે નિર્લેપ રહીએ ને આપણા દોષો સંભારીએ તો નિંદાનો રસ માર્યો જશે. વ્યક્તિ ને સમાજનું મૂળ કોરી ખાતા નિંદાના પાપમાંથી આપણે ઊભરવું જોઈએ.
નિંદા ને પ્રશંસા કરનારાઓ કરતા શત્રુઓને મિત્રોનું પ્રમાણ હમેશ ઘણું ઓછું હોય છે તે ધ્યાનમાં રાખવું. નિંદા – પ્રશંસાથી અલિપ્ત રહી જે પોતાના કર્તવ્યકર્મોમાં પ્રવૃત્ત રહી શકે તે તો અસાધારણ શકિત ને મનની સ્વસ્થતા ધરાવે છે. એમ માનવું. પરંતુ જેમના મન ઉપર નિંદા પ્રશંસાની અસર પડતી હોય તેમણે એ ધ્યાનમાં રાખવું કે જ્યાં નિંદા થાય ત્યાં વિરોધ કે અંતરાય હોય જ અને પ્રશંસા સંભળાય ત્યાં આપણે માટે જણાય કે સહાનુભૂતિ પડી જ હોય એમ બનતું નથી.
|| ૨૬૨ ||