________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
નિંદારસથી સાવધ રહો!
શ્રી મોહનલાલ મહેતા
પોતાના જીવનમાં શું કે જાહેર જીવનમાં શું કુટુંબમાં શું કે સમાજમાં શું અનેક વિખવાદો અને રાગદ્વેષોને જન્મ આપનાર પ્રબળ તત્ત્વ હોય તો તે નિંદા છે. માણસની સ્વાર્થલાલસા પણ નિંદાના પ્રમાણમાં રાગદ્વેષની ભરતી નથી ચડાવી શકતી. નિંદાનું જોર નજરે દેખાતું નથી. પરંતુ જે ઉખેડવાને પ્રચંડ વાવાઝોડાં જેવી અથડામણ નિષ્ફળ નીવડે છે તે ઉખેડવાનું કાર્ય નિંદાના ગુપ્ત પ્રવાહથી આબાદ રીતે પાર પાડી શકે છે. નિંદા છાનું અને ધીમું ઝેર છે.
બીજી બાજુ જોઈએ તો મગતરા જેવા માનવીઓથી માંડીને ઉન્નત સ્થાન ઉપર બેઠેલાને “મહાપુરુષ’” તરીકે ઓળખાતા માણસોને પણ આકર્ષે એવો રસ પણ આ નિંદા છે. સાતેયસૃષ્ટિમાં કે સ્વાદની સૃષ્ટિમાં જેટલા રસોનું વર્ણન છે તે બધા રસો નિંદારસ પાસે તુચ્છ છે. તમે વીર, શૃંગાર, કરૂણ, કોઈ પણ રસથી અમુક માણસને ન આકર્ષી શકો; પરંતુ તેની પાસે સહજ ભાવે કોઈની છાની વાતો જાહેર કરો કે સાંભળનાર અભિમુખ બન્યો જ છે ! બીજાની વાત સાંભળવાનો રસ છોડી શકે એવી તો કોઈ વિરલ વ્યક્તિ જ આપણને મળશે.
સામાન્ય વાત અને નિંદા બંને એક જ વસ્તુ નથી. પરંતુ એ બંનેની ભેદરેખા અતિ પાતળી છે અને તે આપણા અંતરમાં જ દોરાયેલી હોય છે. આપણે જાગ્રત અને મંથનશીલ ન હોઈએ તો ઘોર નિંદા પણ આપણને
ન
‘‘સામાન્ય’’ વાત લાગે તેવો સંભવ છે. આપણી પ્રકૃતિ બીજાઓની વાતમાં નિરર્થક પણ રસ લેવાની હોય અને એ દ્વારા આપણે માની લીધેલું હિત સંધાતું હોય તો આપણાથી સહજ ભાવે બીજાની નિંદા થયા કરે છે. એવી નિંદા કરતાં આપણને કોઈ રોકે અથવા એવું ભાન કરાવે કે આપણે નિંદા કરીએ છીએ તો એ સાંભળીને રોષ પણ ઉપજે.
સામાન્ય તથા ખાનગી વાતચીતમાં બીજાની પ્રશંસા સાંભળવાના ને
|| ૨૬૦ ||