________________
મેં વાંચ્યું તમે પણ વાંચો કસોટી છે. આપણને ધર્મ કેવો પચ્યો છે તે પણ તે પ્રસંગે આપણને પ્રતીત થશે.
- સાગનો એક ટુકડો બહારથી નકામા જેવો થઈ ગએલો લાગતો હોય છતાં જો તે હોશિયાર સુથારને હાથ ચઢે તો તે ટુકડામાંથી પણ તે સુંદર નકશીદાર વસ્તુ નિર્માણ કરી દે
જરૂર છે બગડેલામાંથી “બગાડ”ને બાદ કરવાની,બગડેલા બધાને બાદ કરીશું તો આપણે “સારા”માં ખપીશું કે કેમ તે પણ ગંભીર સવાલ છે.
કરૂણાના વિષયભૂત જીવો તરફ કરૂણા દાખવવાને બદલે ક્રૂરતા દાખવનારા વીતરાગને ભજનારા ગણાય ખરા?
સાંસ્કૃતિક મૂલ્યોનો હ્રાસવકરતો સહિષ્ણુતા,અનુકંપા,કરૂણા,મૈત્રી, ઔદાર્ય, આદિ ગુણોના હૃાસ સુધી નવિસ્તરે તેની ખાસ તકેદારી રાખીશું તો હારની બાજીને જીતમાં પલટાવી દઈશું.
માંદાની માવજત થઈ શકતી હોય તો બગડેલાની સારવાર કેમ ન લઈ શકાય?
વિશ્વકલ્યાણકર જૈનશાસનમાં તો જીવ માત્રના હિતની મહામૂલી સામગ્રી ઠાંસી-ઠાંસીને ભરેલી છે જ.
તે સામગ્રીનો વિવેકપૂર્ણ સદુપયોગ દ્વારા આપણે વિકારવશ ભાઈ - બહેનોને નિર્વિકારી જીવનના મંગલમય સ્વરૂપ તરફ આકર્ષવા જોઈએ
આભ ફાટયું છે ત્યાં થીગડું કયાં દેવું?” એમ બોલવું તે નર્યો નિરાશાવાદ છે.
આધ્યાન અતિ ભયાનક છે. એમ બોલનારા આપણા સહુની એ ફરજ છે કે, ધર્મધ્યાનમાં ઓતપ્રોત બનીને આપણા ભાઈ – બહેનોને ધર્મમય જીવનની પ્રેરણા પૂરી પાડીએ.
વંદ્યાવાડમાં નાખી શકાય પણ આ કહેવત જીવતા માણસને લાગુ ન પાડી શકાય
| ૨૪s ||.