________________
મેં વાંચ્યું તમે પણ વાંચો નિંદા સાંભળવાના પ્રસંગો આપણને કેટકેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે એનો જો અંદાજ કાઢીશું તો સ્પષ્ટ રીતે સમજાશે કે નિંદા પાસે બિચારી પ્રશંસા તો હિમાલય પાસે રજકણના પ્રમાણમાં જ હસ્તી ધરાવે છે. આ સ્થિતિમાં દેખાતી “સામાન્ય”વાતમાં નિંદા હોવાનો સંભવ કેટલો વિશેષ છે?
છતાંયે આપણે પરીક્ષા કરીએ. કોઈની જાણેલી કે સાંભળેલી વાત બીજાને કહેવાનું આપણને મન થાય છે ખરું? જો થતું હોય તો મનને પૂછી કે આટલી ઉત્સુકતા શા માટે? એ વાત કહીને કોનુંને કેવા પ્રકારનું હિત સાધવું છે? મનનું પૃથક્કરણ કરતા જણાશે કે, એ વાત આપણા મનમાં જ પડી રહે તેથી કોઈને નુકશાન થવાનું નથી અને કોઈનું ભલું થતું અટકી જવાનું નથી.
આમછતાં આપણે એવાત કોઈને કોઈ પાસે પ્રગટ કર્યા સિવાય રહી શકતા જ નથી. મનમાં પડેલી એ વાત જ્યાં સુધી બહાર ન નીકળે ત્યાં સુધી આપણને જાણે શાંતિ જ નથી ! આપણે જ્યારે એ વાત સાંભળી હોય, ત્યારે તેની સચ્ચાઈ વિશે આપણા મનની પ્રતીતિ ન થઈ હોય તોયે બીજાની પાસે તો તેને સંપૂર્ણ સત્યના રૂપમાં જ રજુ કરીએ છીએ અને જાણતાં – અજાણતાં એ રજુઆતમાં ખૂટતી કડીઓ આપણી પોતાની કલ્પનાથી આપણે જોડી દઈએ છીએ. કોઈપણ છાની વાત એક થી બીજે કાને જતાં ઘેરો રંગ પકડે છે. તે
જ્યારે અનેક મુખેથી એ સમાજમાં પ્રસરે છે ત્યારે તેનો મૂળ રંગ લગભગ નાશ પામી ગયો હોય છે, ને સમાજના માનસના પ્રતિબિંબરૂપ અતિ કાળો રંગ એ છાની વાતે ધારણ કરી લીધો હોય છે.
શા માટે આમ બને છે? શા માટે માણસ નિંદા કરવા ને સાંભળવા લલચાય છે? શા માટે નિંદાને અટકાવનારું કોઈ બળ ઊભું થતું નથી?
નિંદા કરનાર ને સાંભળનાર એક જ પ્રકારની વૃત્તિના ગુલામ હોય છે. કોઈ હોશિયાર માણસનિંદા કરવા કરતા સાંભળે છે વિશેષ અને પોતે કહે છે ત્યારે બહુ સંભાળપૂર્વક બોલે છે. માણસમાં નિંદાની વૃત્તિ નહોય અને તેમાં જે પાપ મનાતો હોય તે તો નિંદા કરે નહિ, તેમ સાંભળે પણ નહિ. જો સૂમ
| ર૬૦ ||