________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
હૃદયને ગગન સમ વિશાળ બનાવાય.
ધૈર્ય ધરાનું ધારણ કરાય.
તો આજના ભયાનક વાતાવરણમાં ભયજનક હાલતમાં મૂકાએલા ભાઈ – બહેનો માટે આપણે જરૂર જીવનપ્રદ સાત્ત્વિક હવામાન પેદા કરી શકીએ.
બગાડનાં માત્ર રોદણાથી સુધારો નહિ થાય.
શ્રી વીતરાગ પરમાત્માની વાણીના અમૃતનું પાન કરનારા પ્રત્યેક પુણ્યાત્મા માટે જમાનાનું ઝેરી બનેલું વાતાવરણ પ્રબળ એક પડકાર રૂપ છે. આ પડકારને જડબાતોડ જવાબ આપવાની ફરજ અદા કરીને આપણે આપણા વિશ્વ – સંબંધને યથાર્થ ઠેરવી શકીશું.
“પડતા કાળમાં બધુ આમ જ ચાલે” એવા મિથ્યા આશ્વાસનથી દિ’ નહિ વળે.
પુરૂષ તેનું નામ જે પ્રતિકૂળતા સામે શતગુણા વેગથી ઝૂઝે પ્રતિકૂળતાનાં રોદણાં કાયરને હોય.
કર્મસત્તાને પરાસ્ત કરનારી ધર્મ મહાસત્તાનો શરણાગત કેવો હોય, તેનો જવલંત દાખલો આ જગતમાં બેસાડવાની જે સોનેરી તક સાંપડી છે તેને વધાવી લઈને આપણે શ્રી જૈનશાસનની ત્રિભુવન ક્ષેમંકર ક્ષમતાને દીપાવીએ
સુઘોષા. એપ્રિલ ૧૯૭૮
સળગતા સંસાર માંથી ધીરે-ધીરે બહાર નીકળવાનું ન હોય, કુદકો જ મા૨વાનો હોય.
-ધર્મદૂત મે-જૂન-૨૦૪૮.
|| ૨૪૬ ||