________________
મેં વાંચ્યું તમે પણ વાંચો આટલો બધો બદલાઈ ગયો તેનું કારણ શું?”
જવાબમાં તેઓશ્રીએ મને જણાવ્યું કે, “ભાઈ !એક કાળે આદેશમાં કોઈ પરધન અને પરસ્ત્રી સામે નજર સુદ્ધાં નહોતું કરતું, જ્યારે આજના કાળમાં આ બે જેટલાં જોખમમાં મૂકાયા છે તેટલું જોખમ કોઈ ત્રીજા પદાર્થ ઉપર જણાતું નથી. આ બદલાયેલી સ્થિતિની તમારે જે સંદર્ભમાં મૂલવણી યા ખતવણી કરવી હોય તે સંદર્ભમાં કરી શકો છો.”
પૂજ્યશ્રીના શાસ્ત્ર- સત્યશા આ શબ્દો મારા દિલમાં વસી ગયા, અને તેના ઉપર ચિતન કરતાં જમાનાના રંગરાગના નામે આપણા ઘરોમાં ઘૂસી ગયેલા રોગોનું કારણ પણ સમજાઈ ગયું.
ખૂબઊડેથી વિચારતાં સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે ચાલુ પેઢીના ભાઈ - બહેનોને ૫ડાં - કેશ-કંગન-વિવિધ રંગના કંકુ તેમજ કાયાની લટપટનું જેટલું “ઘેલું લાગ્યું છે તેટલું જ “ધેલું તેમને આત્મ - સૌન્દર્યનું લગાડી શકાય તેવું વાતાવરણ વડીલોએ સ્વ આચાર દ્વારા જન્માવવું જોઈએ તેમજ સહિષ્ણુતા દ્વારા પોતાના સંતાનોને અંતર્મુખતા કેળવવી એ કેવી મઝાની કળા છે તે પણ સમજાવવું જોઈએ.
બગાડમાં કાંઈ બાકી નથી. પણ નિરાશ થવાથી બાજી નહિ સુધરે.
આશા તેમજ શ્રદ્ધા સાથે આચારના દિવ્યબળને અજમાવતા રહીશું તો નવો બગાડ જરૂર અટકશે.
તેમજ આચાર પણ અનુકૂળ અસર કરતો ન જણાય ત્યાં સ્વચ્છતા સાચવીને શુભ ભાવનાના આંદોલનને કામે લગાડવા જોઈએ.
જે બગડે તે સુધરે પણ ખરો. બગડેલાઓને બાદ કરીશું તો વધુ બરબાદ થઈશું. ખરી ખૂબી બગડેલાને સુધારવામાં છે, એમાં જ આપણી સહિષ્ણુતાની
| ર૪૭ ||