________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
સમયનો પડકાર
-શ્રી મફતલાલ સંઘવીડિયા સાંસ્કૃતિક મૂલ્યોના હાસની પ્રક્રિયા, છેલ્લો જીવલેણ ઘા ઝીકે તે પહેલાં સાવધાન બની જવાની જરૂર છે.
જૈનનું ઘર કે જે સંસ્કૃતિના મુખ્ય કેન્દ્રો પૈકીનું એક ગણાય, તેની હાલત તો જુઓ?
આજે નથી ત્યાં મર્યાદા સચવાતી નથી ખાદ્યાખાદ્યવિવેક જળવાતો. સ્ત્રી એના કેન્દ્રને છોડી દઈને, બહાર નિજ પ્રતિભા ફેલાવવાની આદતમાં અટવાતી જાય છે.
પાટલો માંડીને જમવાની પ્રથા મોટા શહેરોના કહેવાતા મોટા ઘરોમાંથી ઉજડી ગઈ છે. તેનું સ્થાન મેજ -ખુરસીએ લીધું છે. પછી બુટ યા ચંપલ પહેરીને જમવામાં હરકત પણ શી?
ભોજન કયા આસને કેવા સ્થાનમાં બેસીને કેવા વાતાવરણ વચ્ચે કોના હાથનું જ થાય તે તત્સંબંધી માર્મિક વાતો, વખતના નકામા વાયરામાં તણાતી જાય છે.
પરદેશથી પાછા ફરેલા કેટલાક ભાઈ – બહેનો તો ઘરનું હોટલમાં રૂપાંતર કરવામાં ગૌરવ અનુભવે છે.પતનને આ રીતે બિરદાવનારાને આપણે “શિક્ષિત” કહીશું?
રૂપનું ઢાંકણું લજ્જા તેમજ મર્યાદા.
ઉઘાડો અગ્નિ ઘરને પ્રજાળે, તેમ લજ્જા તેમજ મર્યાદા વગરનું રૂપ, અચૂકવિનાશક નીવડે.
રૂપનું પ્રદર્શન એ તો દેહભાવનો નર્યો વિકૃત ઓડકાર છે. જેની ભીતરમાં દુર્ગધ સિવાય બીજું કાંઈ જ ન હોય.
II ૨૪૬ ||