________________
મેં વાંચ્યું તમે પણ વાંચો પણ સૂર્ય સરખો ઉગ્ર નહીં; અનેક જ્યોતિકલ્પ વૃક્ષો હોવાથી એક બીજાનો પ્રકાશ એક બીજાના કલ્પવૃક્ષોમાં સંક્રાન્ત થયેલો હોય છે; જો કે દિવસના સૂર્ય હોવાથી તેમને જરૂર રહેતી નથી પણ રાત્રિ પણ આ કલ્પવૃક્ષોથી દિવસ જેવી લાગે છે.
પાંચમું દીપાંગ વૃક્ષ આ કલ્પવૃક્ષના ફળો સર્વોત્તમ દીવા સરખા તેજવાળા હોય છે. ઘરમાં દીવો પ્રકાશ કરે છે, તેમ દીપાંગવૃક્ષનાં ફળો પણ પ્રકાશ આપે છે; અગ્નિ તો તે ટાઈમે હોતો નથી તેથી આ વૃક્ષના ફળો પ્રકાશની ગરજ સારે છે.
હિમાલય પર્વત પર એક જગ્યાએ આજે એવા વૃક્ષો છે; તે રાતના રોશની પેદા કરે છે. તે રોશનીનો પ્રકાશ દૂર – દૂર સુધી સ્થાપેલો હોય છે, કર્મગ્રંથ ભણેલા તો માને છે કે આ ઉદ્યોત નામકર્મનો પ્રભાવ હોઈ શકે છે.....બાકી તો દેવોની ક્રાંતિ અહીંના નોબલ પ્રાઈઝ મેળવનાર વિશ્વ સુંદરી કરતાં લાખ્ખો કરોડો ઘણી હોય છે; કદાચિત અહીંની વિશ્વસુંદરી દેવની ઇંદ્રાણી આગળ તો અમાવાસ્યાની અંધારી રાત જેવી લાગે.
વૈજ્ઞાનિકે સંશોધન કરીને કહ્યું છે કે; મેકસીકોમાં એક વૃક્ષ એવું છે કે, આ વૃક્ષ ત્યાંના વતની માટે સોય અને દોરો તૈયાર રાખે છે. આ વૃક્ષના એક પાંદડા પર એક સોય જેવો કાંટો હોય છે, તેને તોડવાની સાથે બે ફુટ લાંબો દોરો ખેંચાઈને આવે છે. ગમે તે હોય પરંતુ અલ્પે પુણ્યવાળા મનુષ્યો માટે આવી સામગ્રી હોઈ શકે તો; મહાન પુણ્યશાળી અને અલ્પ ઈચ્છાવાળા અને અલ્પ કષાયવાળા યુગલિકો માટે દશ પ્રકારના કલ્પવૃક્ષો ન હોઈ શકે શું ?
કલ્યાણ ફેબ્રુઆરી ૧૯૬૮
|| ૨૪૪ ||