________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
શકે તેમ છે !
આજના વિજ્ઞાનનો વિલાસ કાલે વણસી જાય છે, પરંતુ વીતરાગ પરમાત્માનું સર્વજ્ઞ સત્યાર્થ કદાપિ અસત્ય બની શકતું નથી. આજનું વિજ્ઞાન એ કાલે એકમ વિજ્ઞાની પાકતા ખોરૂં બની જશે. આજનું ચક્રચક્રાયમાન લાગતું વિજ્ઞાન એ કાલે માથે પછાડે તેવો વૈજ્ઞાનિક પાકતાં ભંગાર બની જશે; પરંતુ સર્વજ્ઞ શાસન એ તો સુવર્ણ છે ! સુવર્ણ કદાપિ ભંગાર બની શકતું નથી. કોઈ માણસ સુવર્ણને ભંગાર કહી વેચી મારે તો તેમાં તેને નુકસાન છે, ભૌતિકવાદી સર્વજ્ઞ શાસનને ભંગાર માને તો તેને ભંગાવાનું છે.
ત્રીજા ત્રુટિતાંગ કલ્પવૃક્ષના ફળો સ્વભાવથી જ વાજિંત્રોની ગરજ સારે છે, અર્થાત્ તેના ફળો સ્વભાવથી વાંસળી, હારમોનિયમ, પીયાનો, મૃદંગ ઈત્યાદિ અનેક પ્રકારના વાજિંત્રોની ગરજ સારે છે. આ ફળો સ્વભાવથી તે તે વાજિંત્રોના આકારના હોય છે.
વિજ્ઞાન કહે છે કે વર્તમાન પેરિસમાં એક એવું ઝાડ છે કે આ વૃક્ષના પાંદડામાં નાના અનેક કાણા હોય છે, અને એ કાણામાંથી હવા પસાર થવાથી તેમાંથી બંસી જેવો આહ્લાદક મીઠો મધુરો સ્વર નીકળે છે. આ પાંદડામાં કાણા પાડવાનું કામ ત્યાંના વૃક્ષમાં રહેલા કીડાઓ કરે છે. દેવલોકમાં હીરા માણેક અને રત્નોના તોરણ અથડાવાથી દેવલોકમાં ઓટોમેટીક સંગીત સંભળાય છે; તે વાત પણ આનાથી ફલિત થાય છે કે દેવલોકમાં મહાન પુન્યોદયના પ્રતાપે ઓટોમેટિક સંગીત હોઈ શકે છે. તેર કાઠીયા અને નવગ્રહ નડનારા માણસને જો આવા વૃક્ષો મળે તો પછી પુન્યશાલી દેવ અને યુગલિકોને શું કામ તેવા પ્રકારની સંગીત બક્ષનારી સામગ્રી ન હોય ? આપણે અનેક વાતો વિજ્ઞાનની માનીએ છીએ તો પછી વિશ્વપ્રેમ, વિશ્વમૈત્રી, વિશ્વ માધ્યસ્થના પરમાર્થને આપનાર જૈન શાસનના પરમાર્થવિજ્ઞાનની વાતોને કોણ અપલાપ કરે ?
ચોથું જ્યોતિરંગ કલ્પવૃક્ષના ફળોનો પ્રકાશ સૂર્ય સરખો હોય છે. તે
|| ૨૪૩ ||