________________
મેં વાંચ્યું તમે પણ વાંચો પછી સહુ કોઈને જૈનશાસનની ઈન્કલાબ છડી પોકારે જ છૂટકો....
બીજું ભૂતાગ કલ્પવૃક્ષ. ભૂ એટલે.....ભરવું ઈત્યાદિ ક્રિયામાં વપરાતા વૃક્ષો તે ભૂતાંગ કલ્પવૃક્ષ કહેવાય છે. આ કલ્પવૃક્ષોના ફળીયુગલિકોને ઘટ, કળશ, પાત્રી, ઝારી, તપેલા બંબો, ડોલ, ઈત્યાદિક અનેક પ્રકારની વાસણની સામગ્રીઓ અર્પે છે. પાછાતવાસણ પણ સુવર્ણ આદિ ઉચ્ચ ધાતુના બનેલા હોય છે. તેમાં પણ આબુના દેલવાડા કરતા અત્યંત બારીકનકસી કામ હોય છે.
યુગલિકોને લોભ ન હોવાથી અહીંનાં મનુષ્ય લોકની માફક અનાજ ભેગું કરવાનું હોતું નથી. આજની માફક બીજાના લોહી ચૂસવા માટે સંગ્રહાખોરી કરવાની કોઈને ભાવના પણ થતી નથી, પરંતુ કોઈવાર કોઈક નાના પ્રયોજન માટે તેઓ તેનો ઉપયોગ કરતા હતા.
આ વૃક્ષના ફળો સ્વાભાવિક તે વાસણના આકારે પરિણામ પામેલા હોય છે. આજે માડાગાસ્કરમાં એક બીજું પણ વિચિત્ર વૃક્ષ છે, આ વૃક્ષની ખાસિયત એ છે કે પોતાના પાંદડામાં તે પાણી ભરી રાખે છે, જ્યારે પાણીની તંગી હોય છે, ત્યારે ત્યાંના લોકો આ પાણીનો ઉપયોગ કરે છે. આ વૃક્ષ લગભગ ત્રીસ ફૂટનું હોય છે અને તેના પાંદડા ચારથી છ ફૂટ લાંબા હોય છે. પાંદડાંનીચે ડચા આગળ કાણું પાડતાં ફુવારાની જેમ પાણી બહાર નીકળે છે. જૈનશાસનની વાસણ આપનાર કલ્પવૃક્ષોની વાત ન માનનારને આજના સામાન્ય વૃક્ષો પાણી તો આપે છે !જૈનશાસનમાં તો કહ્યું છે કે ઘણા વૃક્ષો ઘણા પ્રકારના હોઈશકે છે; તેને તો પ્રત્યેક વનસ્પતિકાયની દશ લાખ, અને ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાયની યોનિઓ કહી છે.
કનારી નામના ટાપુમાં હમેશાં પાણીની ખેંચ રહ્યા કરે છે, ત્યાં હાલ સરોવર કે નદી નથી. પરંતુ અમુક ઝાડ એવાં ઉગેલાં છે; તે ઝાડોમાંથી રાત્રે પાણી વરસ્યા કરે છે, અને તે લોકો આ પાણીનો ઉપયોગ કરે છે, શાસ્ત્રમાં જે કલ્પવૃક્ષોની વાતો સર્વજ્ઞપ્રણિત છે સર્વજ્ઞવિહિત છે તેની સામે કોણ બાથ ભીડી
|| ૨૪૨]