________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
વિજ્ઞાનનું વિજ્ઞાન
-શ્રી મધુરમ આજના વિજ્ઞાનની સમસ્ત સિદ્ધિઓ એ તો જૈનશાસનના સર્વજ્ઞના જ્ઞાન આગળ બિંદુ તુલ્ય પણ નથી.ખિચડી ચૂલા ઉપર ચડાવી હોય અને તેનો એક દાણો દબાવાથી આખી ખિચડી પાકી ગયાનો ખ્યાલ આવે છે. તેવી રીતે આજના વિજ્ઞાનની સિદ્ધિથી માધ્યસ્થ નાસ્તિકને પણ જૈનશાસનની સઘળી વાતો સર્વજ્ઞપ્રણિત છે તેવું કહ્યા વિના છૂટકો નથી. સર્વજ્ઞ શાસનની અશક્ય વાતો લાગતી હતી તે પણ બુદ્ધિ ચોકઠામાં હવે આવવા માંડી છે.
આજનું વિજ્ઞાન એ શોધકદશામાં કંઈ કંઈ આગળ વધ્યું છે અરે! કંઈક – કંઈક વનસ્પતિનું સંશોધન તેને કરી નાખ્યું છે, દેખીતી દુનિયાની દૃષ્ટિએ તે સંશોધનનું મેદાન મારી ગયો છે, પરંતુ તેના સંશોધન પાછળ અફસોસ!દુનિયાભોગવિલાસમાં આગળ વધી છે તેમાં લાખો કરોડોઅબજો રૂપિયાનો વિનાશ કર્યો છે તે મારફત તેને વિલાસનો વિકાસ કર્યો છે.
જૈનશાસનના દશ કલ્પવૃક્ષોની વાત સાંભળતા ઠેકડી ઉડાવતાં હતાં. કિંઈક કંઈક બકવાદ કરતા હતા, કંઈક- કંઈક ભાંડણ નીતિ અપનાવતા હતા, પરંતુ આજની તેમની માંડણ નીતિ સામે ન છૂટકે કરફયું ઓર્ડર થાય તેવા સંશોધનો થઈ ચૂકયા છે. જૈનશાસનના સનાતન સત્ય સામે એક તરફ પણ ઉઠાવવાની તાકાત હવે રહી શકે તેમ નથી; સર્વજ્ઞ શાસનની સામે ગાળો ચિંધનાર પણ પરમાર્થ માર્ગને પામો...
જૈનશાસનમાં છ આરાની વ્યવસ્થા છે; એમાં શરૂઆતના ત્રણ આરામાં કલ્પવૃક્ષ હોય છે.યુગલિકોની દરેક પ્રકારની ઈચ્છા અને જરૂરિયાત પૂર્ણ કરનાર આ કલ્પવૃક્ષો છે. આ કલ્પવૃક્ષો જાતિય તરીકે વનસ્પતિ હોય છે; તે દેવાધિષ્ઠિત હોતા નથી, પણ સ્વભાવિક તેઓના પરિણામ તેવા હોય છે. વળી તેમાંયે અનેક પ્રતિભેદો હોય છે. અને તે પ્રતિભેદોવાળા પણ અનેક વૃક્ષો હોય
|| ૨૪૦|