________________
મેં વાંચ્યું તમે પણ વાંચો સન્ ૧૯૩૯માં આ ઘડાને બહાર કાઢવા માટે સૌથી મોટો પ્રયત્ન થયો. તે માટે મોટા બુલડોઝર મશીનોથી કીચડ હટાવવા તથા બાજુમાં રસ્તો બનાવવાના ઉપાય કરવા માટે એજીનીયરોની એક સમીતિ બનાવવામાં આવી અને આયોજના ખૂબ ઉત્સાહથી શરૂ કરવામાં આવી. સામે રહેલો ઘડો કાઢનારના પુરૂષાર્થ ચેલેન્જ આપતો રહ્યો અને દરેક પ્રયાસ નિષ્ફળ થતા ગયા. કેન લગાડીને જ્યારે ઘડાની ગરદન પકડીને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો અકસ્માત એટલી ભયંકર વર્ષા થવા લાગી કે બુલેક અને સ્ટિકલોન,જેના નેતૃત્વમાં આ યોજના બનાવી અને ચાલુ કરવામાં આવી હતી તે બંને રત્નો ભરેલ ઘડી કાઢવાનો વિચાર પડતો મૂકીને પાછા આવ્યા. ત્યાર બાદ પણ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ ઘડો પોતાની જગ્યાએથી એક તસુ પણ હટતો નથી.
કેપ્ટનકિડની ટુકડીએ અમેરિકામાં સમુદ્રી યાતાયાતમાં ભય ઉત્પન કરી દીધો હતો. તે વખતે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું એકમાત્ર માધ્યમ પાળીના જહાજ હતા. કિડની ટુકડી કહ્યું જહાજ, કેટલું ધન લઈને, કયા બંદરેથી લઈ કઈ જગ્યાએ જઈ રહેલ છે તેના શિકારમાં જ રહેતી.તેની ટુકડીમાં માત્ર સારા તરવૈયા જ હતા એટલું જ નહીં પરંતું હથિયાર ચલાવવામાં કુશળ અને નિશાનબાજ, ગોળીબારમાં પારંગત પ્રવીણ ડાકુ પણ હતા. લૂંટનો માલ ટુકડીના બધા સદસ્ય વહેચી લેતા હતા. કિડે જીવનમાં જેટલી પણ ધાડ પાડી તેનાથી તેના પાસે પ્રચુર સંપત્તિ એકઠી થઈ ગઈ. સુરક્ષાની દૃષ્ટિએ તેણે લૂંટેલી ધન સંપત્તિને સમુદ્ર કિનારે ઘણી જગ્યાએ લોઢાના ઘડા અને પેટીઓમાં બંધ કરીને દાટી દીધી.પ્રચુર સંપત્તિ લૂંટયા પછી પણ તે તેનો કાંઈ ઉપયોગ ન કરી શક્યો. કિડના સાથીઓના અનુમાન પ્રમાણે તે ખજાના એક સોથી વધુ જગ્યાએ દાટેલા હોવા જોઈએ અને તેમાં પ્રત્યેકમાં કરોડોની સંપત્તિ હોવી જોઈએ.આવા કેટલાક સ્થાનો લાંગ આઈલેડ સાઉન્ડનું ફશર્સનામનું સ્થાન બેસ્ટ પોઈન્ટની પાસે હડસન ડાઈ લેન્ડસ, મીહીલ, સ્ટોની બુક ઓલ્ડ લાઈમ, બેડર્સફીલ્ડની આસપાસ ગૂજરસી, હુક આઈલેન્ડ, કેલીદ્વીપ, રોડ
|| ૨૨૬ //