________________
મેંવાંચ્યું તમે પણ વાંચો આજુ-બાજુમાં કીચડ હટાવીને તેને ઉપર લાવીને બહાર કાઢવામાં આવે.
ઘડાને બહાર કાઢવા માટે આજુ - બાજુનો કીચડ હટાવવો જરૂરી હતો. પરંતુ જેવો કીચડ હટાવ્યો તેવો જ ઘડો નીચે કીચડમાં જવા લાગ્યો. એટલું જ નહી બોબ પોતે પણ કીચડમાં ફસાવા લાગ્યો.ખૂંપતા -ખંપતા બહુ ઊડો ખૂંપી ગયો. હવે તો તેનો પોતાનો જાન મુશ્કેલીમાં મુકાઈ ગયો સતત છ કલાક પરિશ્રમ પછી તે કીચડમાંથી બહાર નીકળી શકયો અને પછી ઘડાને બહાર કાડવાનો વિચાર જ માંડી વાળ્યો.
આ દાટેલા ધન માટે કહેવામાં આવે છે કે આ ધન કયારેકડાકુઓએ લૂંટીને એકઠું કર્યુ અને જમીનમાં દાટી દીધું હતું. જુના જમાનામાં નેટચેજ અને ન્યૂ આલિશન્સ વચ્ચે એક પાંચ સો માઈલ લાંબી સડક હતી અને તેના પર સારો વ્યાપાર થતો હતો આ વિસ્તારમાં ઘણા ડાકુઓ હતા અને ખૂબ લૂંટફાટ કરતા હતા. આ ડાકુઓના સરદાર લેફિટ, મેસિન, હાર્પવગેરેમાંથી કોઈએ આ ધન એકઠું કરીને આ સુરક્ષિત જગ્યાએ દાટી દીધું. ત્યારે ત્યાં આવો કીચડ નહતો.પાછળથી નદીનું પાણી ઝરવાથી કીચડ બની ગયો.ડાકૂપકડાયા અને મરી ગયા તથા ધન જ્યાં ને ત્યાં દટાયેલું રહી ગયું. રીડર બોવના પૂર્વજોએ ખજાનાની પ્રચલિત માન્યતાના આધારે જ આ ક્ષેત્રને ખરીદી લીધું અને તે વખતથી જ એન્જનીયર, કોન્ટ્રાકટર તથા બીજા કુશળ કારીગરો વખતો - વખત આ ધન કાઢવાની યોજના લઈને આવતા ગયા.
આ ખજાનામાંથી અમુક ટકાના ભાગીદાર બનાવવા માટે લેખિત એકરાર નામાના આધારે આ લોકોએ વિશાળ યંત્રો, અનેક મજુરો તથા વાંસવળી,દોરડા વગેરે સાધનોની સહાયતાથી તેને કાઢવાનો તન-તોડ પ્રયત્ન કર્યો પર અંતે નિષ્ફળતા જ મળતી. ગમે તેટલો પરિશ્રમ કરવામાં આવે પરંતુ ઘડો, વધુ ઊંડો ઉતરી જતો તથા ખોદકામની જગ્યા પહેલાં કરતાં વધુ પહોળી થઈ જતી.આ ગોલ્ડહોલા અમેરિકન બુદ્ધિ, કૌશલ અને ટેકનીકલ પુરુષાર્થને હજુ પણ ચેલેન્જ આપી રહેલ છે. તે
|| ૨૩૭ ||