________________
મેં વાંચ્યું તમે પણ વાંચો પર પુરુષને પોતાનું રૂપ બતાવવાની મનોદશા કેવી ગણાય ? પુરુષને પામરતા તેમજ પાશવતાથી બચાવી લેવા માટે પણ સ્ત્રીએ જાહેરમાં મર્યાદા ઓઢવી જ જોઈએ.
ઘરની દિવાલો ઉપરનાં ફોટા યા ચિત્રો એવાં તો ન જ જોઈએ કે જે કામપ્રેરક હોય, જેમાંથી વિલાસિતા ટપકતી હોય, જેમાં શૃંગારની મુખ્યતા હોય.
જમાનાના ઝેરી પવનના ઉન્માદક સુસવાટા જેવા પાને – પાને ‘સૂસ....'' કરતા હોય છે તેવા અઠવાડિક, પાક્ષિક, માસિક યા દૈનિક પત્રોને પોતાના ઘરમાં વસાવવાં તે તો વિનાશને સપ્રેમ નોતરવાની ભયંકર બાળરમત
છે.
હું તો ત્યાં સુધી કહીશ કે બાળકના હાથમાં ધગધગતો અંગારો મૂકવો સારો, પણ આજકાલ જે બિભત્સ, કામોત્તેજક, અશ્લીલ, વિકૃત, ભયાનક, પાપ પ્રેરક ઢગલાબંધ કુસાહિત્ય બહાર પડી રહ્યું છે, તેની એક નકલ તો શું પણ એનું એક પાનું પણ તેના હાથમાં ન મૂકશો.
ઈન્દ્રિયો તો ખપ્પર ધારિણી જોગણીઓ જેવી છે તેના ખપ્પરમાં તમે જેટલું હોમશો તેટલું બધું જ તે સ્વાહા કરી જશે અને જ્યારે તમારી પાસે તેમને સંતોષવા માટે કંઈ જ નહિ હોય ત્યારે તે તમને પણ ‘“સ્વાહા” કરી જશે.
અનુભવ સિદ્ધ આ હકીકતથી કોઈ અજાણ નથી, પણ વકરતા જતા દેહભાવની પ્રબળ અસર તળે આપણા ભાઈ – બહેનો જીવનની અસલિયતને ભૂલતાં જાય છે.
વિકાર વધે તેમાં જીવનની પ્રગતિ જોવી એ લક્ષણ પશુનું ગણાય. માનવીની પ્રગતિનો આધાર સંસ્કાર ઉપર છે. એ કેવા સંસ્કારો વડે જીવનને અલંકૃત કરે છે તેના ઉપર છે.
એક વખત મેં એક તારક ભગવંતને પૂછેલું કે, ‘સાહેબજી ! કાળ
|| ૨૪૬ ||