________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
આઈલેન્ડ, મેસાચુસેટસના વિલિમગટન ડેલ્વિન ડેન, ન્યૂ હેમ્પશાયરના એટેરીમ ક્ષેત્રમાં, વુથ તથા હાવર્ટના આડલક હેરોન આઈલેન્ડ, ડ્રસ્ટેન મિલ્સની પાસે જ મનીહોલ્સ, ઓઈલ આઉટહાટ કેમની રોવ ઓલ્ડ આલ્બર્ડ, પેનીલ્સ કાટ ક્ષેત્ર, કાસ્કોવેમાં ડિયટ ઓલ્ડ વગેરે ક્ષેત્રોમાં અરબોનો માલ દટાયેલો બતાવવામાં આવે છે. જે આજ સુધી ન તો કોઈના હાથમાં આવ્યો છે કે ન ભવિષ્યમાં હાથમાં આવે તેવી કોઈ સંભાવના છે.
પરિશ્રમ કર્યા વગર અનાયાસ ઘણું બધું ધન એકઠું કરવા માટે ભલે ડાકુઓ જેવું અનૈતિક આપરાધિક કામ ન કરતા હોય, પરંતુ એવું વિચારનારાની ખોટ નથી કે કયાંયથી દાટેલો ખજાનો મળી જાય, લોટરી લાગી જાય, બાપ – દાદાની કમાણી પર મોજશોખ કરવાની સગવડ મળી જાય, પોતાની ક્ષમતા વધારવા અને પુરુષાર્થ કરવાની ઝંઝટમાંથી બચીને સમૃદ્ધિની કેડીઓ શોધનારાને લગભગ નિષ્ફળતા જ મળે છે. એવી વાત નથી કે આ ઈચ્છાઓ પૂરી કરવા માટે કોઈ પરિશ્રમ ન કરવો પડે છે, મૂડી પણ ખર્ચવી પડે છે અને કષ્ટ પણ ભોગવવું પડે છે. પરંતુ નિષ્ફળતા જ મળે છે કારણ કે જે હથિયારનો ઉપયોગ કરવામાં આવે છે તે ખોટું હોય તો કદાચ એટલો જ પ્રયત્ન સ્વસ્થ ઉત્પાદન માટે કરવામાં આવ્યો હોત તો તેના કરતાં વધુ લાભ મળી શકયો હોત. દાટેલો ખજાનો મેળવવાની જેમ જ જુગાર, સટ્ટો, લોટરી વગેરે પણ આ શ્રેણીમાં આવે છે. આ કામોમાં હજારોમાંથી કોઈને જ કાંઈક મળતું હશે, નહી તો અધિકાંશ તો ખજાનો મેળવવા માટે લાળ ટપકાવતા રહી જાય છે. ખેર ? ન્યાય અને શ્રમથી મેળવેલ આવકમાં જ સંતુષ્ટ રહેવાનું શીખી લેવામાં આવે તો થોડી કમાણીમાં પણ પ્રચુર માત્રામાં સુખ – શાંતિ દરેકને સહેલાઈથી મળી શકે છે. જ્યારે મહેનત કર્યા વગર કાંઈક મેળવવાના લોભમાં લોકો કમાતા કાંઈ નથી, ગુમાવે જ અધિક છે. નિરાશા અને ખીજ હાથમાં આવે છે તે અલગ -યુગશક્તિ ગાયત્રી ઓકટોબર ૧૯૮૧
|| ૨૩૬ ||