________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ધ્યેયનિષ્ઠા નથી. તેમાં તો ફકત ડિગ્રી મેળવવાની વૃત્તિ છે. જે શિક્ષણ લીધા પછી વધુ પૈસા મેળવવાનો વિચાર બધાને થાય છે. પરિણામે પાત્રતા વગર વિદ્યાર્થી ગમે તે ક્ષેત્રમાં જોડાઈ જાય છે. એવા નિષ્ફળ માણસો શિક્ષક બને તો તે શું આપી શકવાના કે તેમના તરફ આદર પણ શી રીતે નિર્માણ થવાનો?
તપોવન પદ્ધતિમાં ગુરુ અને શિષ્ય બંને જ્ઞાનપરાયણ હતા, અને જ્ઞાન સેવાપરાયણ હતું. આજનું શિક્ષણ સેવાપરાયણ નથી.પણ સ્વાર્થપરાયણ છે. લોકોને ચૂસવા માટે છે. શિક્ષણ માનવતાને ફેંકી દે, જે ફકત અર્થનો વિચાર કરતાં જ શિખવાડે તેને કોણ શિક્ષણ કહેશે? ભારતીયો આટલી નીચી કક્ષાએ કદી ઉતર્યા નહતા. જ્ઞાનથી આત્મીયતા વધારવાની છે તે કલ્પના આજે ભાગ્યે જ કોઈને છે. પરિણામે બધાંનાં જીવન મૃતપ્રાય થઈગયાં છે. આજનો વિદ્યાર્થી ભણીને તૈયાર થયો કે તે આત્માની પ્રતિષ્ઠા ગુમાવી બેસે છે. તેમાં ત્યાગ કે સેવા વૃત્તિની કલ્પના નથી,નૈતિક વાતાવરણ નથી,સ્વધર્મનો અભ્યાસ નથી.આનું પરિણામ તો આત્મનાશ ને સર્વનાશમાં જ આવવાનું ને?
યુનિવર્સએટલેવિશ્વ.જેમાં યુનિવર્સની સમજણ ન અપાતી હોય તેને શી રીતે યુનિવર્સિટી કહેવાય? જે શિક્ષણ યુનિવર્સ સાથેનો સંબંધ તોડે તેને યુનિવર્સિટીનું શિક્ષણ કેમ કહી શકાય? યુનિવર્સિટીનું શિક્ષણ એટલે સારી સૃષ્ટિ સાથે જોડનારૂ અને તેના પર પ્રેમ પેદા કરનારૂં શિક્ષણ સાચા શિક્ષણથી સૃષ્ટિ પરનો પ્રેમ વધવો જોઈએ, માનવ – માનવ વચ્ચે આત્મીયતા વધવી જોઈએ, અને નિસર્ગ પર પણ પ્રેમ થવો જોઈએ. આજની પદ્ધતિથી ભણેલા માનવીનો પ્રાણી પર કેનિસર્ગ પર પ્રેમ વધતો નથી. ભણેલા લોકોએ દેશસેવા કે આવાં બીજા કોઈ પણ સારા કામો કર્યા હોય તેવા લોકોની સંખ્યા અત્યંત થોડી છે. અને તેમનામાં આપણા પ્રાચીન શિક્ષણ - સંસ્કારોનો જીવંત વારસો
હતો.
કેટલાક લોકો કહે છે કે, શિક્ષકો શાળામાં ભણાવતા જ નથી અને પરીક્ષા આવે ત્યારે વિદ્યાર્થીના પિતાને બોલાવીને પોતાનું ટયુશન રાખવા કહે
|| ૨૩ રૂ II