________________
મેં વાંચ્યું તમે પણ વાંચો રહેતો નથી; ત્યારે કુટુંબમાં છોકરાંઓનો માબાપ પર પ્રેમ રહેતો નથી. સાચું શિક્ષણ એવું હોવું જોઈએ, જેથી છોકરાંઓનો માબાપ પર પ્રેમ વધે.આજના શિક્ષણશાસ્ત્રીઓને પોતાના ક્ષેત્રનો વિષય ગણવા તૈયાર નથી. સમાજની શિક્ષણની આવી પરિસ્થિતિ જ લોકોએ કરી છે, તેમણે જ આના પરિણામ ભોગવવા તૈયાર રહેવું જોઈએ. આ પરિસ્થિતિને માટે જવાબદાર છે સમાજના કહેવાતા બુદ્ધિમાનો, સમાજસુધારકો અને શિક્ષણ શાસ્ત્રીઓ!
સમાજ કે કુટુંબ વચ્ચે એકનિષ્ઠ સંબંધ નથી. શિષ્યના ગુરૂ પ્રત્યેના પ્રેમને આદર ચાલ્યા ગયા છે. એમ જ ઉદ્યોગમાં માલિકને કારીગર વચ્ચેની આત્મીયતા ને નિષ્ઠા પણ આજે ખલાસ થઈ ગઈ છે. આ બધાના મૂળમાં વિકૃત શિક્ષણ જ છે.
આજે સમાજમાંથી જ્ઞાનપૂજા ખલાસ થઈ ગઈ છે. ભણવાવાળાને ભણાવવાવાળા બંને ને જીવનમાં જ્ઞાનનું મહત્ત્વ લાગતું નથી. આજે કહેવાતાં વિદ્યામંદિરોનો તોટો નથી.એમતો બધાં વિદ્યામંદિરો ખીચોખીચ ભરેલાં પણ છે, એમાં શાબ્દિક ચર્ચાઓનો પણ પાર નથી.પણ આમાં જ્ઞાન માટેની સાચી લગની કયાંય દેખાતી નથી.
વૈરાચારે નીતિનું પ્રામાણ્ય ઉડાવી દીધું છે. આજનું તત્ત્વ કાલના તત્ત્વનેખાઈ રહ્યું છે. જુની નિષ્ઠાખલાસ થઈ ગઈ છે પણ તેની જગ્યાએ નવી નિષ્ઠા લાવવાની કોઈની તાકાત નથી. યાંત્રિક વિકાસમાં બધા જ યંત્રવત્ થઈગયા છે. મશીન ચલાવતાં ન આવડે તો આજે નથી ચાલતું. પણ યોગ્ય રીતે રહેતાં ન આવડતું હોય તો ચાલે છે. આવી પરિસ્થિતિમાં બુદ્ધિનો હાસ જ થયો છે. બૌદ્ધિક અરાજકતા આવી ગઈ છે. સર્વત્ર સંશયવાદે ઘર કર્યું છે. આમ બૌદ્ધિક સૌંદર્ય પણ ખલાસ થયું છે.
પ્રાચીન ભારતીય તપોવન - પદ્ધતિમાં જોવામાં આવતું કે શિક્ષણ શિક્ષા જેવું ન લાગતાં આનંદમય લાગે. જીવન સાથે સંબંધિત પ્રાણવાન - શિક્ષણ હોય તો જ આ બની શકે. આજે શિક્ષણમાં જીવન વિકાસની કોઈ
|| ૨૩૨ ||