________________
મેંવાંચ્યું તમે પણ વાંચો સૌન્દર્ય - ત્રિપુટી નષ્ટ થઈ રહી છે!
-શ્રી શાસ્ત્રી પાંડુરંગ વ.આઠવલે સમાજમાં પ્રમાણિકતાનો લોપ થઈ રહ્યો છે, એ જ બતાવી આપે છે કે આજે માનસિક સૌન્દર્ય નષ્ટ થયું છે, આવી જ સ્થિતિ બૌદ્ધિક સૌન્દર્યની પણ છે.
શિક્ષણથી બાહ્ય ને આંતરિક બંને સૌન્દર્યો વધવાં જોઈએ. આજે મુંબઈ જેવી નગરીઓ બાહ્ય સૌદર્યનાં ઐશ્વર્યથી ખીલી છે. એમ કહી શકાય! બાહ્ય સૌંદર્યની આવશ્યકતા આપણા મગજમાં બરાબર બેસી ગઈ છે. પણ અંતઃસૌદર્યની આપણને બહુ સ્પષ્ટ કલ્પના નથી.
અંતઃસૌંદર્યના ત્રણ વિભાગ પાડી શકાય માનસિક સૌદર્ય, બૌદ્ધિક સૌંદર્ય અને આત્મિક સૌંદર્ય. જીવનને સુખી કરવા માનસિક સૌંદર્યની જરૂર છે. માનસિક સૌંદર્ય માટે બુદ્ધિનું સૌદર્ય જરૂરી છે અને આત્મિક સૌંદર્ય તો અંતઃ સૌંદર્યની ટોચ છે.આત્મિક સૌંદર્ય વગર બધી જ સુંદરતા પ્રાણહીન અને નિસ્તેજ બની જાય છે. પરંતુ ઘણા દુઃખ સાથે કહેવું પડે છે કે, ચઢતી શ્રેણીનાં આ સૌદર્યો આજના સમાજમાં પ્રાયઃ કયાંય દેખાતાં નથી!
આજે માનસિક જીવન તદન કલુષિત અને વિકૃત થઈ ગયું છે. વ્યકિતસ્વાતંત્ર્ય વધવા છતાં માનસિક સૌંદર્ય વધ્યું નથી. ઊલટું ઘટયું છે. વ્યકિતસ્વાતંત્ર્યની આજે મર્યાદા છોડી છે. વ્યક્તિ સ્વાતંત્રની માફક લોભને પણ આજે સીમા રહી નથી.લોભી માણસ પ્રભાવી છે એવું ન સમજશો. તે તો દુર્બળ હોય છે. લોભ વિકૃત અંતઃકરણમાંથી નિર્માણ થાય છે. આ લોભને લીધે આજે લગભગ આખો સમાજ વૈશ્યવૃત્તિનો થયો છે. પરિણામે આજે પ્રત્યેક વાતનું મૂલ્યાંકન ધન વડે થાય છે.
તો શું વૈશ્યવૃત્તિ ખરાબ છે?લોભને પણ મર્યાદા તો હોવી જોઈએ. આવી વૈશ્યવૃત્તિ વેશ્યાવૃત્તિ બનીને જયારે વકરે ત્યારે કોઈને કોઈ પણ પ્રેમ
TI ૨૩9 ||