________________
મેં વાંચ્યું તમે પણ વાંચો એટલે કે સપ્તાહના લગભગ ૪૮ કલાક ટેલીવીઝન સાથે, મતલબ એ કે કલાસરૂમ કરતાં વધુ ટેલીવીઝન સાથે.
અમેરિકાની પબ્લીક બ્રોડકાસ્ટીંગ સર્વિસના એક લેખક રોબર્ટ મેકનીલનોધે છે કે, જો તમે અમેરિકામાં વસો છોને ટીપીકલ અમેરિકન છો, તો ૨૦ વર્ષની તમારી ઉમર સુધીમાં ૨૦ હજાર કલાક ટી. વી. સાથે પસાર કરી લીધા હશે.આ પેઢી ભણવાનું ને જિંદગીના બીજા અગત્યના કામો કરવાનું કેટલું બધું ગુમાવતી હશે? પરિણામે અમેરિકન બાળકો વાંચનમાંથી રસ ગુમાવે છે. વાંચવા માટે એકાગ્રતા જોઈએ અને એ માનસિક શ્રમ કરવાની શક્તિટીપીકલ અમેરિકન બાળકોમાં ખીલતી જ નથી. એ બાળકો હેજ મોટા થાય, એટલે જરા – જરામાં હતાશ થઈ જાય છે એવા બાળકો ખુલ્લામાં વિહાર કરવાને બદલે રોજની સાંજ આછા ઉજાસવાળા રૂમમાં ટેલી સામે જ પસાર કરી દે છે.
મનોવૈજ્ઞાનિકો કહે છે કે હિંસા સ્વયં જન્મતી નથી, પરંતુ એ તો શીખવામાં આવે છે.
અમેરિકન મનોવૈજ્ઞાનિક આલ્બર્ટબાન્દરાએ એક સરસપ્રયોગ કર્યો હતો, એણે સવા મીટર લાંબી એક સરસ મજાની મોટી ઢીંગલી બનાવી, ત્યારબાદ બાળકોના બે જૂથ પાડયા. એક જૂથને મારામારીથી ભરપૂર આક્રમક એવી કલર ફીલ્મદસમિનીટ સુધી બતાવી. જ્યારે બીજા જૂથને એવા જ વર્તનવાળી પણ કાન ફિલ્મ બતાવી પછી પહેલા જૂથને પેલી મોટી ઢીંગલી રમવા આપી. પહેલું જૂથ કે જેણે સીધી જ હિંસાત્મક ફિલ્મ જોઈહતી, એને ઢીંગલીની સાથે પણ એવું જ તોફાની વર્તન કર્યુંઢીંગલીને ફેંટો મારવા માંડી. આશ્ચર્ય તો એ વાતનું હતું કે, બીજુ જૂથ કે જેણે હિંસાના જ વર્તનવાળી કાન ફિલ્મ જોઈ હતી, તે બાળકોએ પણ એવું જ તોફાની વર્તન ઢીંગલી સાથે કર્યું.
વૈજ્ઞાનિકો આ પ્રયોગ પરથી એવા તારણ પર આવ્યા કે, હિંસા અસલ હોય કે કાર્ટુન દ્વારા હોય, પણ દસ મિનિટની હિંસક ફિલ્મ બાળકોને તોફાની
| ૨૨૬ ||