________________
મેં વાંચ્યું તમે પણ વાંચો પામ્યા હતાં. ચાર બાળકો પાંચ વર્ષથી નીચેની વયના હતાં અને તે તમામે સુપરમેનના ચિત્રવાળા ટી – શર્ટ પહેરેલા હતાં.
ભારતમાં ટેલીવિઝન હજી નવું છે. પરંતુ ધીમે – ધીમે એના પ્રસારણનો વ્યાપ વધતો જાય છે. ત્યારે હવે ભવિષ્યમાં એ કેવા – કેવા પ્રશ્નો સર્જી જશે, એ બાળકોના વાલીઓએ અત્યારથી જ સમજી લેવાની જરૂર છે.
ટેલીવીઝન જ્યાં જૂનું થઈ ગયું છે, એવા દેશોમાં ટી.વી. ને “વીસમી સદીનું ઈલેકટ્રોનીક બેબી સીટર” કહે છે. બાળકને જ્યાં સાચવવા મૂકીને માતા – પિતા નોકરીએ જાય, તેને બેબી સીટીંગ કહે છે. હવે ટી. વી. પણ એક પ્રકારનું બેબી સીટર જ છે, એવા દેશોમાં નવી પેઢી માટે કેટલાક ખતરનાક પ્રશ્નો ઉભા થયા છે.ટી. વી. ના વ્યસની બાળકો ખાતા – ખાતા ટી. વી. નિહાળે છે,ને મારામારીના દૃશ્યો જોવામાં ગુલતાન બાળકો ખાવાનું પણ અડધું છોડી દેતા હોય છે, હોમવર્ક પૂરૂં કરતાં નથી. રાત્રે સરખું ઉઘતાં પણ નથી. પાશ્ચાત્ય દેશોમાં બાળક બહુ પજવણી કરતું હોય, ત્યારે મા એને લીવીંગ રૂમમાં ટી.વી. સામે બેસાડી દે છે.
આઈસલેન્ડના એક વિવેચકે લખ્યું છે કે, બાળકો માટે ટેલીવીઝનનું વ્યસન કેફી દ્રવ્યો જેટલું જ ખતરનાક છે.
જેમના ઘરમાંવિડિયો છે તે ઘરના બાળકો આ એક આંખના ભયાનક રાક્ષસ (ટેલીવીઝન) સામે હંમેશા કેદ રહે છે. મા – બાપ પણ બાળકોને આ કેદમાંથી મુક્ત કરાવવાને બદલે રોજ નવી – નવી કેસેટ લાવી આપે છે. નવા નવા ચિત્રો જોવાની બાળકની ભૂખ વધતી જાય છે, પછી બાપને ના પરવડે એટલે કેસેટસ લાવવાનું બંધ થાય અને બાળક છેવટે ચોરી કરતાં શીખે.
અમેરિકામાં એક સર્વેક્ષણ મુજબ કોલેજનો એક વિદ્યાર્થી ચાર વર્ષ સુધી એના કલાસરૂમમાં જેટલો સમય પસાર કરે છે, એના કરતાં પાંચ વર્ષનું બાળક ટી. વી. સામે વધુ સમય પસાર કરે છે. અમેરિકામાં સ્કુલનો વિદ્યાર્થી રોજ સરેરાશ છ કલાકને અગિયાર મિનિટ ટી. વી. જોવા માટે બેસી રહે છે,
|| ૨૨૬ ||