________________
મેં વાંચ્યું તમે પણ વાંચો શાકાહારીઓ તંદુરસ્ત અને લાંબુ આયુષ્ય
ભોગવે છે. વેનીસ ઈટાલીના સુપ્રસિદ્ધ ડોકટર ગીતાન દ. મીકેલીસના જણાવ્યા પ્રમાણે શાકાહારીઓ વધારે લાંબુ અને તંદુરસ્ત જીવન ભોગવે છે. ઈડા અને માંસ - મચ્છી ખાનાર વધારે બળવાન અને તંદુરસ્ત હોવાની માન્યતાને ડોક્ટર મીકેલીસને રદીયો આપ્યો હતો.ડોકટર મીલેનના કહેવા મુજબ ગુજરાતી ભોજન સર્વોત્તમ આહાર છે. કારણ કે તેમાં ઘઉનો આટો (રોટલી) પ્રોટીન યુકત શાક અને કાર્બોહાઈડ્રાઈડ યુક્ત ચોખા હોય છે.(૧૯/૬/૯૧ ટા.ઓ. ઈ.)
છ વરસનો ડોસો....! ઈ. સ. ૧૮૨૯માં જન્મેલો ચાર્લ્સ વર્થ નામનો છોકરો કુદરતની અદભૂત અજાયબી જેવો હતો. આ છોકરો જન્મ્યા પછી પેલા વાર્તાના રાજકુમારની જેમ દિવસેના વધે એટલો રાતે અને રાતે ના વધે એટલોદિવસે વધવા લાગ્યો હતો. એ ચાર વરસનો થયો ત્યાં તો પૂરેપૂરો જવાન થઈ ગયો હતો. એને દાઢી અને મૂછ પણ ઊગી ગયા હતા.
લોકો આ ચાર વરસના જવાનને ઠેરઠેરથી જોવા આવતા હતા. એક જ વરસમાં તો ચાર્લ્સની દાઢી-મૂછના વાળ સફેદ થવા માંડયા. પછી એના ચહેરા પર કરચલીઓ પડવા માંડી.બીજા છ મહિનામાં તો ઘરડા માણસની જેમ એના હાથ પગ ધ્રુજવા માંડ્યા હતા અને ચાલવા માટે એણે લાકડીનો ટેકો લેવો પડયો હતો.
છ વરસની ઉમર થઈ ત્યાં તો એકમરેથી વાંકો વળી ગયો અને સિત્તેર વરસના ડોસા જેવો દેખાવા લાગ્યો હતો. સાત વરસની ઉમરે ચાર્લ્સ વર્ગ જાણે એંસી વરસનો થયો હોય એમ સાવ ઘરડો થઈને અવસાન પામ્યો હતો.
(પૂર્વ કર્મોના પરિણામો ભોગવવા જ પડે.) -રખેવાળ
|| ૨૨૬ ||