________________
મેં વાંચ્યું તમે પણ વાંચો શું કામ લાગે? તે જો શાસ્ત્રોકત માપ પ્રમાણેનાં રાખ્યાં હોય, તો જ અવસરે ઉપયોગી થઈ પડે.રમકડાં જેવા નાનાં ઓવા-પાત્રાંખપમાં તો આવે જ નહિ અને એનાથી આત્મિક દૃષ્ટિએ પણ લાભ થવાનો સંભવ ઘણો ઓછો રહે છે. કારણ કે એ દર્શનને બદલે પ્રદર્શનની ચીજ રૂપે રાખેલાં હોય છે. માટે આત્મકલ્યાણના અભિલાષી પુણ્યાત્માઓએ પ્રદર્શનને માટે સાધુનાં પૂતળાં નહિ પણ દર્શનને માટે સાધુનો વેશ જ રાખવો જોઈએ. રમકડાં જેવાં ઓઘાપાત્રો નહિ. શાસ્ત્રોકત માપ પ્રમાણેનાં જ ઘા -પાત્રા રાખવાં જોઈએ.પૂ. સાધુ - સાધ્વીજીના ફોટા ૧૮ અભિષેક કર્યા બાદ વંદનને યોગ્ય બને છે, ઉપકરણો આવી વિધિ વિનાય વંદનીય બને છે. આ કારણેય વંદન માટે પણ પૂ. સાધુ- સાધ્વીજીના પૂતળાં ન રાખી શકાય, એમ લાગે છે.
સાધુ-સાધ્વીજીના પૂતળાં રાખવાથી એ પડી જાય, તો તૂટી જવાની સંભાવના રહે છે. એ તૂટી જતા એને ફેંકી દેવા પડે, આમાં પૂજનીય - આકારની આશાતનાનો દોષ છે.વળી આ જાતના પૂતળાં સાથે રાખવાથી કોઈ અજૈનના મનમાં એવી પણ શંકા પેદા થવાની સંભાવના રહે છે કે, શું જૈનોના ગુજ્ય ઘરબારી હશે? સાધુ અને સાધ્વીજીના પૂતળા સાથે જોવાથી આવી શંકા અજ્ઞાનીઓને થવી સહજ છે. આ કારણેય આ પ્રથા સારી નથી. સામાન્ય રીતે વિચાર કરતા આમ જણાય છે, આ વિચારણામાં કોઈ બાધ જણાય, તો પૂ. ગીતાર્થ-પુરુષોને ધ્યાન દોરવા વિનંતિ.
૦ દોષ સાચો હોય, એક નહીં અનેક દોષો હોય, કરોડો કૂટ-કપટ
હોય તો પણ વિશ્વાસુના એ દોષો કે કપટ પ્રગટ ન કરાય. એ સાચા દોષો કે ફૂડ-કપટોથી તમને કર્મ બંધ નથી. પરંતુ ગુપ્ત રાખવાથી પૂર્વ કર્મનો ક્ષય થાય છે. (એની સંગતથી બચવું એ અલગ છે.)
|| ૨૨૪ ||