________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
માણસ ધર્મને નામે અધર્મ આચરે છે, ને તરત જ બીજાઓ એનું અનુકરણ કરવા લાગી જાય છે.હિત - અહિત, લાભ - હાનિ, સાર – અસાર આદિનો વિચાર એ અનુકરણ કરનારાઓ કદી કરતાં જ નથી. એમની વિવેકબુદ્ધિ વિનાશ પામી ગયેલી હોય છે.
હમણાં – હમણાં એકબીજાની દેખાદેખીથી પ્લાસ્ટીકનાં કે માટીનાં બનાવેલાં,પૂ.સાધુ-સાધ્વીનાં પૂતળાં શો-કેસમાં રાખવાનું શરૂ થયું છે. આમાં બહારથી ભલે ધર્મભાવના વ્યક્ત થતી હોય, પણ અંદરથી તો સંસાર ભાવના જ પુષ્ટ થતી હોય છે. પૂ. સાધુ - સાધ્વીજી મહારાજનાં પૂતળા શો – કેસમાં રાખવાથી એ દર્શનની ચીજ રહેતી નથી, પણ પ્રદર્શનની ચીજ બની જાય છે. એશો-કેસમાં હોય, એથી વારંવાર એની સામે જોવાનું થાય છે. વારંવાર એની સામે જોવાથી આપણા આત્મામાં અનાદિકાલીન જે કુસંસ્કારો પડેલા છે, તેના બળે હાસ્યાદિ કુતૂહલો પેદા થવાનો પણ સંભવ છે. તેથી ગુરુભગવંતો પ્રત્યેના પૂજ્યભાવની હાનિ થાય છે. વળી આવિષયમાં ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, શાસ્ત્રમાં શ્રાવકને માટે ઘરમાં સાધુવેશ અને પ્રમાણસરનાં સંયમના ઉપકરણો રાખવાનું વિધાન છે, પણ સાધુનાં પૂતળાં રાખવાનું વિધાન ક્યાંય જોવા મળતું નથી.
માટે જેણે પોતાના સ્ટયમાં શુભ ભાવ પેદા કરવો હોય, અશુભ કમનો નાશ કરવો હોય અને જેને સાધુ થવાની ભાવના હોય તેણે આંધળું અનુકરણ કરીને પૂ. સાધુ - સાધ્વીજી મહારાજનાં પૂતળાં રાખવાને બદલે સાધુવેશ અને પ્રમાણસરનાં ઓવાપાત્રો વગેરે ચારિત્રના ઉપકરણો રાખવા જોઈએ, જે અવસરે મુનિ ભગવંતોને વહોરાવી પણ શકાય અને પોતાને સાધુ થવાની અનુકૂળતા થઈ જાય ત્યારે તરત જ ઉપયોગમાં પણ આવી જાય.
અચાનક સાધુપણું સ્વીકારવાની અનુકળતા થઈ જાય ને તરત જ તે તકને વધાવી લેવી હોય, ત્યારે ઘરની શોભા વધારવા માટે શો – કેસમાં પ્રદર્શનની ચીજવસ્તુઓની જેમ રાખેલાં રમકડાં જેવાં નાનકડાં ઓઘા -પાત્રો
| ૨૨૩ ||