________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
સમજીને સુધારી લઈએ ! બાજી હજી હાથમાં છે !
પૂ. સાધુ – સાધ્વીજીના પૂતળા શો – કેશમાં રખાય ?
સાધુ થવાની ભાવનાવાળો હોય, તેનું જ નામ શ્રાવક. શ્રાવકને સાધુ થવાની ભાવના હોય જ. સાધુ થવાની અશક્તિ કે પ્રતિકૂળતાનાં યોગે જ તે ઘરમાં પડી રહ્યો હોય, ગાઢ ચારિત્રાવરણીય પાપકર્મના ઉદયથી સાધુ થવાની ભાવના પેદા ન થઈ હોય, તો પણ એને એનું દુઃખ જરૂર હોય. સાધુ થવાની ભાવનાને રોકનારૂં પાપકર્મ વહેલી તકે નાશ પામી જાય, જલદી ચારિત્ર ઉદયમાં આવી જાય. એવી ઈચ્છા અને એને માટેનો પ્રયત્ન તો હોય જ. જેને સાધુ થવાની ભાવના નથી અને સાધુપણું ગમતું નથી, એને તો શ્રાવક કહેવાય જ નહિ.
સાધુ થવાની ભાવનાવાળા અથવા તો એવી ભાવનાને પેદા કરવાની ઈચ્છાવાળા શ્રાવકો પોતાને રોજ સાધુપણું યાદ આવે, તે માટે પૂજ્યભાવથી દર્શન કરવાના ઈરાદે કાચના કે લાકડાના બારણાવાળા બંધ કબાટમાં પૂજ્ય સાધુ - સાધ્વીજી મહારાજના ઉપકરણો રાખે અને કબાટ ખોલીને સવાર બપોર સાંજ એમ દિવસમાં ત્રણ વાર દર્શન કરે એમાં વાંધો નથી. પણ ઘરની શોભા વધારવાના ઈરાદે, શોભા માટેની વસ્તુઓની જેમ, અથવા બાળકોને રમવાનાં રમકડાંની જેમ, શો કેસમાં રાખે તે જરાય યોગ્ય નથી. તે લાભ ને બદલે હાનિકારક બને છે. કારણ કે જે વસ્તુ સંસાર સાગર તરવા માટેની છે, તેનો ઉપયોગ ઘરની શોભા વધારવા માટે કરવાથી પૂ. ગુરુભગવંતોની અને એમનાં સંયમ ધર્મની આશાતના થાય છે. ચારિત્રાવરણીય કર્મ શિથિલ થવાને બદલે ગાઢ બને છે. આપણો સંસાર પ્રત્યેનો રાગ પુષ્ટ થાય છે, તેથી સંસારની વૃદ્ધિ થાય છે.
વર્તમાન કાળની દુનિયા દેખાદેખીમાં ડુબી રહી છે. એક અજ્ઞાન
|| ૨૨૨ ||