________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો એકાએક પલટો ખાઈ ગયા. આમ વિચારી રહ્યા : અરે ! સંઘનો પતિ હું ? સરસ્વતીપુત્ર બારોટ આમ મારી અછતી ગુણપ્રશંસા કરે અને હું સાંભળી લઉ તે ન ચાલે સંઘનો હું તો સેવક છું, સંઘ મારો સ્વામી છે. આ વિચાર વલોણામાંથી એમણે જાતને જાગૃત કરીને તરત જ બારોટને સાદ દેતા કહ્યું : સરસ્વતી પુત્ર બારોટ !આમ આવો ! આમ એકાએક શું બની ગયું, એનો ખ્યાલ ન આવતાં બારોટ ધ્રુજી ઉઠયો. બારોટને થયું કે, ચૌક્કસ વસ્તુપાળની બિરૂદાવલીમાં કંઈક મોટી ભૂલ થઈ હોવી જોઈએ. ધ્રુજતે શરીરે મંત્રીશ્વર વસ્તુપાળની પાસે જઈ હાથ જોડી ઉભો રહ્યો અને બોલ્યો :
“મંત્રીશ્વર ! માફ કરજો, સેવકની કંઈ ભૂલ હોય તો....’
વસ્તુપાળ બોલ્યો : હમણાં જ તમે સંઘપતિ વસ્તુપાળની જય
બોલાવીને?
“જી હા....’” બારોટે ગભરાતાં ગભરાતાં કહ્યું :
“એમાં સંઘપતિ શબ્દનો અર્થ કયા સમાસથી કર્યો ?
ષષ્ઠી તત્પુરુષથી કે બ્રહુવ્રીહિથી ? સંઘપતિ શબ્દમાં બે શબ્દ છે. એક છે. સંઘ અને બીજો શબ્દ છે પતિ ! આ બે શબ્દ ભેગા મળીને એક સામાસિક શબ્દ બન્યો છે. એને બે રીતે છૂટો પાડી શકાય ઃ સંઘનો જે છે પતિ, એવો અર્થ પહેલી રીતમાં નીકળે, જેને સંસ્કૃતમાં ષષ્ઠી તત્પુરુષ સમાસ કહેવાય છે. એનો અર્થ સ્પષ્ટ છે કે, સંઘનો હું પતિ, સંઘ મારો સેવક અને બીજી રીત છે સંઘ છે જેનો પતિ એ બ્રહુવ્રીહિ સમાસથી અર્થ થાય છે. આ બે રીતમાં તમે કઈ રીત ને સામે રાખી ને મારી જય બોલાવી છે ? ઓ સરસ્વતી પુત્ર ! જવાબ આપો!
બારોટ મૌન રહ્યો. વસ્તુપાળ આગળ બોલ્યા : જો ‘સંઘ છે પતિ જેનો’’ એ રીત અપનાવીને વસ્તુપાળની જય બોલાવી હોય તો હજી મને માન્ય છે, પણ સંઘના પતિ એવા વસ્તુપાળની તમે જય બોલાવી હોય, તો જરૂર તમે મારા ગુનેગાર છો ! કેમ કે પવિત્ર અને પૂજનીય સંઘ ક્યાં અને દોષોથી દબાયેલો હું વસ્તુપાળ કયાં ?
|| ૨૨૦ ||