________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
સંઘ અને સંઘપતિ : એક પ્રસંગ
આજે જૈનસંઘમાં વરસોવરસ સંઘો ઠીક-ઠીક પ્રમાણમાં નીકળે છે, સંઘપતિઓ પણ ઘણા થાય છે, પણ ભૂતકાળના સંઘ અને સંઘપતિ જેવા વિરલા સંઘ અને સંઘપતિ ધોળે દહાડે દીવો લઈને શોધવા જઈએ, તોય મળે કે કેમ તે પ્રશ્ન છે ! જો કે ન જ મળે, એવું તે ન કહી શકાય. “બહુરત્ના વસુંધરા” છે,ખૂણે ખાંચકે એવા નીકળે પણ ખરા, પરંતુ એની સંખ્યા અલ્પ મળવાની !
આજથી લગભગ ૮૦૦ વર્ષ પૂર્વેનો એક પ્રસંગ છે. ગુજરાતના મહારાજા તરીકે વરધવલરાજવી હતા, તો તાજવિનાના રાજા તરીકે વસ્તુપાળ અને તેજપાળની બાંધવબેલડી મંત્રીશ્વરના મુગટને ધારણ કરી રહી હતી.
રાજ્યક્ષેત્રે જેમ બંન્ને બંધુઓ બિનહરીફ હતા, તેમ ધર્મક્ષેત્રે પણ એમની સામે હામ ભીડવાની શક્તિ ધરાવનાર લગભગ કોઈ ન હતું, એ વિરસપૂતો રાજય પણ ચલાવી જાણતા તેમ ધર્મ પણ કરી જાણતા. ધર્મના ઘણા-ઘણા કાર્યો કરનારા વસ્તુપાળ અને તેજપાળે સંઘ કાઢવામાં પણ મોખરે હતા. જીંદગીમાં સાડાબાર સંઘ વસ્તુપાળ-તેજપાળ શ્રી સિદ્ધિગિરિજીના જ કાઢ્યા હતા. એમાંના જ એક સંઘનો આ પ્રસંગ છે -
ખંભાતથી નીકળેલો સંઘ ગામે ગામ શાસન પ્રભાવના કરવા પૂર્વક સિદ્ધગિરિ તરફ આગળ વધી રહ્યો હતો, એક દિવસ એક નગરમાં શ્રી સંઘે પ્રવેશ કર્યો, પ્રવેશ બાદ એક બારોટે વસ્તુપાળ અને તેજપાળની ગુણપ્રશંસા કરતાં કહ્યું :
ધન્ય હો ! વીર સપૂત વસ્તુપાળને ! જેમણે શ્રેષ્ઠ સંઘો કાઢીને સ્વદેશની શાન વધારી છે, ગુજરાતની ગૌરવગાથામાં એકસોનેરી પૃષ્ઠ ઉમેર્યું છે, અને ભારતની ભવ્યતામાં ભરતી આણી છે.જયહોવિજયહો!સંઘપતિ વસ્તુપાળનો”!
બારોટની બિરૂદાવલીની છેલ્લી શબ્દપંક્તિ મંત્રીશ્વર વસ્તુપાળના કાને અથડાઈ, વસ્તુપાળની મુખમુદ્રા ગંભીર બની ગઈ!એમના મુખના ભાવો
// ૨૦૬ //