________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
જ અનેરો આનંદ મળે છે.
૫. વ્યવસ્થાઃ- સુવાની રહેવાની વ્યવસ્થા માટે, જે તીર્થમાં જવું હોય એના એક દિવસ પહેલાં વ્યવસ્થાપકોમાંની બે વ્યક્તિ જઈ ત્યાંના વ્યવસ્થાપકોને મળી ટ્રેનના ડબ્બાદીઠ યા બસદીઠ ધર્મશાળાઓના કમરાઓમાં નંબર લગાડી યાત્રિકોને દોડધામ ન કરવી પડે એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ.
:
૬. તપસ્વીઓ માટે - તપશ્ચર્યા કરનાર યાત્રિકો માટે ખાસ રહેવાની, સુવાની ખાવા પીવાની અને તેમને ધર્મારાધના માટેની સારામાં સારી વ્યવસ્થા રાખવી જોઈએ. સંઘના સ્તંભરૂપ તપસ્વી યાત્રિકો જ હોય છે એમનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ને તેમનું બહુમાન સચવાય તે રીતે તેમની ભક્તિ કરવી જોઈએ તેના બદલે ગમે તે, ગમે ત્યારે ખાનાર યાત્રાળુઓની જ વ્યવસ્થા જળવાય છે અને તપસ્વીઓને તો એમને શું એ તો તપસ્વી છે એમને તો નહી મળશે તો પણ ચાલશે એમ કહી એમની ઉપેક્ષા થાય છે ત્યારે કહેવું પડે છે કે સંઘોમાં તપસ્વીઓનું કામ નહી માટે જ તપસ્વીઓની વ્યવસ્થા સારી રીતે થાય તો યાત્રાનો લાભ સારો મળે !
o. ભોજનઃ - યાત્રિકોએ ટ્રેન, બસ કે છ'રી પાળતા સંઘમાં અભક્ષ્ય વસ્તુઓ પોતાના પૈસાથી લાવીને ખાવી બાળકોને ખવડાવવી અને રાત્રિભોજન કરવું એ બિલકુલ બંધ કરવું જોઈએ. પત્રિકાઓમાં છપાવેલ હોય છે કે અભક્ષ્ય વસ્તુઓ કંદમૂળાદિ અને રાત્રિભોજન સર્વથા બંધ છે પણ હમણાં સંઘોમાં એ સામાન્ય થઈ ગયું છે. તો આ સડો બિલકુલ બંધ થવો જોઈએ. જેમને રાત્રિભોજન અને કંદમૂળ વગર ન ચાલતું હોય એવાઓને યાત્રાસંઘમાં સામેલ જ ન કરવા જોઈએ.
૮. રસીદ :- યાત્રિકોએ દરેક તીર્થમાં અલગ – અલગ રૂપીયો બે રૂપીયા આપી અલગ – અલગ રસીદ લેવી તેમાં એ સંસ્થાના રસીદ દીઠ પચ્ચીસથી ત્રીસ પૈસાનો તો ખર્ચ થઈ જાય માટે એ તીર્થને ખોટા ખર્ચાથી બચાવવા ટ્રેનના ડબા દીઠ યા બસ દીઠ યા પોતાના ગામદીઠ રૂપીયા ભેગા કરી એક સાથે
|| ૨૧૭ ||