________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
જ્ઞાનદાન આપો જરૂરિયાત વાળાને રાહત આપો તો “મને લાગે છે કે તે શ્રેષ્ઠ કાર્ય થયું ગણાશે.
તપશ્ચર્યા નિમિત્તે ભભકાદાર આડંબર, સાંજી ગીત જમણવારી મોંઘીદાટ કંકોત્રી વાસણની વહેંચણી તથા છાપામાં ફોટા આવી બધી વિકૃતિઓ તપની પાછળ થતી પ્રભાવનાની સાથે જ ડૂબી રહી છે. જેથી ઘણા મધ્યમ વર્ગના ભાઈ-બહેનો તપ કરવાની શક્તિવાળા હોવા છતાં તપ કરતા અટકી જાય છે. જૈનોના ઉપવાસ લોઢાના ચણા ચાવવા બરાબર છે. જુવાનીના જોરમાં તપસ્યા સુખ-સમાધિ પૂર્વક થઈ જાય છે. પરંતુ સારા આર્થિક સંજોગોના અભાવમાં તપ કરવાની શક્તિ હોવા છતાં તપ કરી શકતા નથી. તપની પાછળ દેવું કરીને પણ તપ ઉજવણી માટે જમણવાર વિગેરે લાણુ કરવાના રૂઢ વહેવારથી ઘણા ભાઈ-બહેનો તપથી વંચિત રહી જાય છે.
પૂ. શ્રમણ વર્ગે આ વિષયમાં સમજાવી તપ નિમિત્તે ખાસ કરીને વાસણ ન લેવા અને ન દેવાના પચ્ચકખાણ કરાવવા જોઈએ. તપ પોતાના કર્મબાળવાની દિવ્ય ઔષધિ છે. આત્માને શુદ્ધ બનાવવાની પ્રક્રિયા છે. બાહ્યાચારથી દુર રહી ફક્ત કર્મીનર્જરાના હેતુથી તપ કરવામાં જ માનવ જીવનની સાર્થકતા છે. આત્મ જ્યોતિ ને પ્રાપ્ત કરવાનું તપનું લક્ષ છે. નહીં કે સોનું-રૂપું, રૂપિયા વાસણની સાંજી ને આપી લાણી. પ્રભાવનાના આડમ્બરથી ? તપનો હેતુ કર્મનિર્જરા છે. તે ન થતાં કોઈક પ્રસંગોમાં તપ કર્મબંધનનું અને તમાસાનું કારણ પણ બની જાય છે. તો પૂ. શ્રમણવર્ગને નમ્ર નિવેદન છે કે આ દિશામાં ઉપદેશ ધોધ વહેવડાવી લોકોને તપ પાછળના આરંભ સમારંભથી અટકાવે.
an
શ્રી હિંમાશુ અનિલકુમાર બોટાદરા
તા. ૫/૧/૧૯૯૨, જૈન પ્રકાશ
|| ૨૧૪ ||