________________
મેં વાંચ્યું તમે પણ વાંચો આજે દીક્ષા મહોત્સવ, ચાતુર્માસ પ્રવેશ સમારંભ, તપોત્સવસમારંભ, ચાતુર્માસ પૂર્ણાહુતિ સમારંભ, પુસ્તક પ્રકાશન સમારંભ, ભાવદિક્ષાર્થીનો બહુમાન સમારંભ,તપસ્વીઓનો બહુમાન સમારંભ, જન્મજયંતિ સમારંભ, દિક્ષા જયંતી સમારંભ, પુણ્યતિથિ સમારંભ વગેરે સમારંભો એટલા મોટા પ્રમાણમાં થઈ રહેલ છે, એટલું જ નહિ પરંતુ ધાર્મિક ક્ષેત્રે આટલા ઉત્સવો પુરતા ન હોય તેમ દિવસ ઉગ્યે ઉત્સવો અને મહોત્સવ યોજવાના નવા નવા પ્રકારો શોધાઈ રહ્યા છે?
પૂ. સાધુ-સાધ્વીજીઓ આ બધા કાર્યક્રમોના આયોજનમાં એટલા વ્યસ્ત રહે છે અને સંસારીઓથી એટલા ઘેરાયેલા રહે છે કે આ બધામાંથી તેઓ સ્વાધ્યાય, ધ્યાન,કાર્યોત્સર્ગદ્વારા “પરભાવો”માંથી હટીને સ્વભાવમાં લીન થવાનો સમય કાઢી શકે તેવો અવકાશ જ તેમને રહેતો નથી. ધર્મસ્થાનકમાં એક પ્રકારનો અલબત્ત જુદા સ્વરૂપે નવો સંસાર ઊભો થઈ રહ્યો હોય તેવા દૃશ્યો જોવા મળી રહેલ છે.
-એમ.જે. દેસાઈ, તા. પ/૧૧/૧૯૯૨, જૈન પ્રકાશ
“આડંબર ચાતુર્માસની પ્રવૃત્તિ તથા પ્રોગ્રામની મોંધીદાટ પ્રતિકા હાથમાં આવી ત્યારે આશ્ચર્ય થયું લગ્ન પ્રસંગે દીક્ષા પ્રસંગે,તપ પ્રસંગે તથા અન્ય પ્રોગ્રામની માંધીદાટ કંકોત્રી જોઉં છું ત્યારે હૃદય દ્રવી ઊઠે છે.
આપણી શ્રદ્ધાનું કેન્દ્ર શ્રમણ વર્ગ હોય તેઓના પ્રત્યે હૃદયની શુભ ભાવના વ્યક્ત કરવા જન્મ જયંતિ પ્રસંગે કે અન્ય પ્રસંગે મોંઘીદાટ કંકોત્રી છપાવવી જે વાંચ્યા બાદ કચરાપેટીમાં જાય તેની કેટલી આશાતના થાય? સમાજમાં એવો પણ વર્ગ છે કે બે ટાઈમ પૂરતું ભોજન પણ મળતું નથી. પારિવારિક, સામાજીક, ધાર્મિકકોઈપણ ક્ષેત્ર કેમ ન હોય મોંઘીદાટ પત્રિકાના પૈસા બચાવી તેઓના નામની કોઈ સંસ્થા તૈયાર કરો દલિતને કામ આપો
|| ર98 ||