________________
મેં વાંચ્યું તમે પણ વાંચો એક વિચારણા લીંબુના ફૂલ વિષે
- શ્રી નવીનચંદ્ર ભાણજી છેડા લીંબુના ફૂલ (સાઈટ્રીક એસીડ) એ લીંબુના રસમાંથી નથી બનતા પણ એ જીવાણુંમાંથી (દ્વારા)બને છે. જેનો નજરે જોયેલો આ અહેવાલ છે. એ જીવાણું નરી આંખે જોઈ શકાતા નથી. પણ માઈક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે. તે હલનચલન કરે છે તે આપની આંખના પલકારા કેટલા સમયમાં સતત વધતાં જાય છે. એટલે એકમાંથી સાત થાય છે. અને સાતનાંહિસાબેવૃદ્ધિ પામે છે. આ જીવોનો ખોરાક મીઠોં (Sweet) ખાવાનો છે અને મળ દ્વારા ખોટું પ્રવાહી બહાર કાઢે છે. આ જીવને શરીર છે. મોટું છે અને નિહાર કરવાની જગ્યા છે. પ્રજોત્પતિ કુદરતી થાય છે. મીઠો પ્રવાહી પીતો જાય છે અને ખોટો પ્રવાહી કાઢતો જાય છે અને સાતનાં હિસાબે પ્રજોત્પતિ કરતો જાય.
લીંબુનાફૂલબનાવવાની પ્રક્રિયા-સાકર બને છે ત્યારે જે પ્રવાહી બચે છે તે મોલેશીસ જેવું હોય છે. એક ટન જેટલો આ મીઠો પ્રવાહી મોટા ધાતુના વાસણમાં નાખવામાં આવે છે. પછી વજનથી ૧૦કિલો જેટલા એ જીવાણું તે મીઠા પ્રવાહમાં નાખવામાં આવે છે. એ પ્રવાહી સાત દિવસ સુધી સતત ૨૪ કલાક વલોયા કરે જીવાણું સાતની સંખ્યામાં વધતા જાય છે. મીઠો પ્રવાહી આરોગતા જાય અને મળ દ્વારા ખાટું પ્રવાહી છોડતા જાય છે. સાત દિવસે ફોર્મ્યુલા પ્રમાણે મીઠો પ્રવાહી એકદમ ખાટો થઈ જાય છે. પછી એ ખાટા પ્રવાહીને સ્ટીમ (વરાળ)માંથી પસાર કરવામાં આવે છે. ત્યારે એમાં રહેલા બધા જીવાણું નાશ પામે છે. પછી એપ્રવાહીને ઝીણી ગરણીથી ગાળવામાં આવે છે. ગરણીમાં નાશ પામેલા જીવાણુંઓનુંઆઠથી દસ કિલો જેટલો લોંદો (કેક) નીકળે છે. આ લોંદાને થોડા જ સમયમાં જમીનમાં દાટી દેવામાં આવે છે. ત્યારે એમાં રહેલા બધા જીવાણું નાશ પામે છે. પછી એ પ્રવાહીને ફરીથી ઉકાળવામાં આવ્યા બાદ ઘટ પ્રવાહી બને છે. તેમાંથી સ્ટીમ દ્વારા તાર બનાવાય છે અને તેમાંથી નાના નાના કિસટલ(મોતી)બનાવવામાં આવે છે જેને લીંબુના ફૂલ કહે
| ૨૦ ||