________________
મેં વાંચ્યું તમે પણ વાંચો નહિ, બાળ મંદિર, શાળાઓ અને હોસ્પીટલો માટે લોટરી કે જુગારની કમાણી સ્વીકારાય નહિ. જે ધર્માદા સંસ્થાઓ કે ધાર્મિક સંસ્થાઓ “પૈસો સુંઘીને” લેતા નથી એમનો સંઘ કાશીએ ક્યાંથી પહોંચે ? જેમ મિત્રોની શુભેચ્છાઓ, માતાપિતાના આશીર્વાદો અને સાચા ગુરુઓની અમૃતવાણીઓ આપણા જીવનને ઉજળા,પરોપકારી અને સુગંધી બનાવી શકે છે તેવી જ રીતે ગંદા કામો કરી કમાણી કરતા, શરાબ-જુગારમાં રાચતા, લોટરીની કમાણી કરતા કહેવાતા સજ્જનોના નાણાં ધાર્મિક અને ધર્માદા સંસ્થાઓને મેલા અને દુર્ગધી બનાવે છે. જેમને સજ્જનતા અને દુર્જનતા સાથે કશું નહાવા-ધોવાનું નથી એમને આવી શિખામણ કયાંથી ગળે ઊતરે? ફૂલો ફોરમ વેરી સુગંધ ફેલાવે છે જ્યારે કાંટાઓ એમનું જન્મસિદ્ધ કામ આદુનિયામાં બધેજ સરખી રીતે કરે છે!દુર્ગધી કમાણી દાનમાં નહિ લેવાનું કારણ એ છે કે તે સુખકર્તા નહિ દુઃખકર્તા થાય છે.
-મુંબઈ સમાચાર જૂન-૧૯૯૪ અનીતિથી ઉપાર્જન કરેલ ધનથી ધર્મ થતો નથી પણ અધર્મ થાયછે. અધર્મવિકસે છે. લોકોને અનીતિ કરવા પ્રેરણા મળે છે. ધર્મમાર્ગે ધન ખર્ચ કરનારાઓ વિચારે !
-સંપાદક.
જેમ સુંદર સ્વચ્છ જલ વડે સ્નાન કરીને, ચંદનનું વિલેપન કરીને, પુષ્પોથી સુશોભિત બનીને, સુંદર વસ્ત્રો પહેરીને ગંદવાડથી ભરેલી ગટરમાં સજ્જન ન આલોટે તેમ સજ્જન અન્યાયના માર્ગથી ધનવાન બનવાની ઈચ્છા ન કરે. એજ સજ્જન.
||| ૨૦
||