________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
છે. ઈનામને દિવસે લાખો લોભિયાની ટિકિટ ખરીદવા માટે લાઈન લાગે છે. મધ્ય પ્રદેશના ભોપાળની જેમ અહીં “લોટરીનો રોગચાળો” ચાલે છે. જે દિવસે લોટરીના ઈનામવાળા નંબરો ટેલીવિઝન પર આવે છે ત્યારે રાત્રે સૂતા પહેલા લાખો લોકો નિરાશાના ઉન્હા ઉન્હા આંસુઓ સારે છે ! આસમાનના ચાંદાને પકડવાની છલાંગ મારનારાઓ આખરે તો જમીન પર જ જોરથી પછડાય છે પણ કેટલાકની લોટરીની જુગારની આદત જતી જ નથી.પડી ટેવ તે કેમ ટળે ?
દુર્ગંધવાળા નાણાં લેવાની ચોખ્ખી ના ?
દુનિયાભરમાં જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે દુષ્કાળ, મહાપૂર, ધરતીકંપ, ખૂનખાર લડાઈઓ થાય છે, ત્યારે પોતાના સેવાભાવિ કાર્યકરોને મોકલીને, દવાઓ, ખોરાક, ધાબળાઓ અને કેશ પહોંચાડતી કેનેડાની જાણીતી ખ્રિશ્ચયન સંસ્થા વર્લ્ડ વીઝન કેનેડાએ (WORLD VISION CANADA) તાજેતરમાં અલ્બ પ્રાંતની સરકારે આપેલી વીસ હજાર ડોલર્સની ગ્રેટ લેવાની ચોખ્ખી ના પાડી છે. કારણ કે એ રકમ અલ્બર્ટાની લોટરીઓ વેચાય છે તેનાથી ઉપજે છે. તેવી જ રીતે અલ્બર્ટાની વાઈલ્ડ રોઝ ફાઉન્ડેશન (WILB ROSE FOUN-DATION) ની ગ્રેંડનો મેનોનાઈટ સેન્ટ્રલ કમિટીએ અસ્વીકાર કર્યો છે. એવા ચોવીસ હજાર ડોલર્સ લોટરીની દુર્ગંધના અમારે દક્ષિણ અમેરિકાના ગરીબો માટેની મદદ માટે પણ નથી જોતા એવું એમણે જાહેર કર્યું છે. આ ઉપરાંત આંગલીકન ચર્ચ, યુનાઈટેડ ચર્ચ, બેટરીસ્ટર યુનિયન પેન્ટેકોસ્ટેલ અને પ્રેસબીટરીન ચર્ચોએ તથા કેનેડિયન ઓર્ગેનઈઝેશન ફોર ડેવલપમેન્ટ એન્ડ પીસ તરફથી પણ કેસીનો(જુગારખાના)તથા લોટરીની કમાણીના નાના-મોટા દાનો સ્વીકારવા સ્પષ્ટ ના છે. ઓન્ટેરિઓની કેન્સર સોસાયટીએ બીંગો (BINGO) એક જાતનો જુગાર-રમતની કમાણી લેવાની સ્પષ્ટ ના પાડી છે. સોસાયટીએ ધૂમ્રપાન રહિત રમતનો આગ્રહ રાખેલો પણ કેન્સર ધૂમ્રપાનથી જ ફળેલે છે
|| ૨૦૬ ||