________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
શ્રી પ્રવાસિઓને નમ્ર વિનંતિ
શ્રી સૂરજમલ સેસમલજી જૈન કલ્યાણ (વર્તમાનમાં મુ. શ્રી જયાનંદ વિજયજી મ.) ટ્રેનોમાં,બસોમાં અને છરી' પાલતા જે જે સંઘોહમણાં યાત્રા કરવા નીકળે છે. પુન્યશાળીઓ પૈસાનો ખર્ચ કરી લક્ષ્મી મળ્યાનો લ્હાવો લે છે. તે સર્વે સંઘપતિઓયોગ્ય, સંઘની વ્યવસ્થા કરનારાઓ યોગ્ય મારી થોડી વાતો છે તે જરૂર ધ્યાનમાં લઈ તે પ્રમાણે આવા સંઘોની વ્યવસ્થા કરાશે તો લક્ષ્મીનો વ્યય સાર્થક અને તેનો સદુપયોગ થયો ગણાશે અને યાત્રાનો આનંદ અનેરો આવશે. ૧. પાણી - યાત્રા સંઘોમાં વધારે કરીને અળગણ પાણી ન વપરાય તે માટે, રસોડામાં, સ્નાન કરવામાં, કપડાં ધોવામાં,પીવામાં તો પાણી ગાળીને જ વાપરવું જોઈએ એવી તાકીદ રસીયાઓને સંઘમાં આવનાર યાત્રિકોને અને કામ કરનાર મજુરોને કરવી જોઈએ. સંઘપતિ તરફથી બે વ્યક્તિની નિમણૂક થવી જોઈએ જે આ બાબતમાં પૂરેપૂરો ખ્યાલ રાખે. ૨. ગરમ પાણી પીવા માટે પાણી ત્રણ ઉકાળા આવ્યા પછી ઠારવું. પાણી ઠારવાની જગ્યા ઢાંકેલી જોઈએ,પાણી પાછું ગાળીને જ વાપરે એવી વ્યવસ્થા થવી જોઈએ. તે માટે રસોયા અલગ અને દેખરેખ માટે બે વ્યક્તિની નિમણુક થવી જોઈએ. ૩. રસોઈ:- રસોઈઢાંકેલી જગ્યામાં જ થવી જોઈએ અને જમવા માટે ઢાંકેલી જગ્યાનો જ ઉપયોગ કરવો જોઈએ. ઉઘાડામાં રસોઈ કરવી અને જમવી એ બન્ને અનુચિત છે તો ખ્યાલ રાખવો જોઈએ. ૪. દર્શન પૂજન - યાત્રિકો દર્શન પૂજન કરવા જાય ત્યારે પહેલાં બે ત્રણ સ્વયંસેવક દેરાસરમાં જઈ જનારા અને આવનારા માટે અલગ - અલગ લાઈન લગાડી શાંતિથી દર્શન પૂજન કરી શકે એવી વ્યવસ્થા કરે અને યાત્રિકો પણ વિવેકને ન ભૂલી જાય એ ખ્યાલ રાખવો.વિવેકપૂર્વક ક્રિયા કરાય ત્યારે
૨૧૬ ||