________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
લખાવાય તો તે ઉચિત થશે.
૯. સંઘપતિઃ - સંઘ કાઢનાર ભાગ્યશાળીઓએ પોતે સંઘના નિયમોનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ અને યાત્રિકોને એ નિયમોનું પાલન કરવા ફરજ પાડવી જોઈએ. કોઈની શેહમાં તણાયા સિવાય નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ચેતવણી આપવી અને નહી જ માને તો ઘરભેગા કરવા સુધીની વ્યવસ્થાપકોને સત્તા આપવી. તો જ તમે ખર્ચેલ લક્ષ્મીનો સદુપયોગ થયો ગણાશે. સંઘપતિ જ રાત્રે જમતાં હોય તે બીજાને કઈ રીતે નિવારી શકે ?
૧૦. સલાહ ઃ- દરેક ધાર્મિક કાર્ય કરતી વખતે પરમ ઉપકારી ગુરૂદેવોની સલાહ લેવી અત્યંત જરૂરી છે એમની આજ્ઞાને અનુસરીને જ દરેક કાર્ય થાય તો જ એ કાર્યમાં સાચો લાભ થાય. (પુણ્યરૂપી) ગુરૂ આજ્ઞા પ્રમાણે કાર્ય કરનાર કરાવનાર અને એ પ્રમાણે ચાલનાર ત્રણેને ત્રણ રીતે ફાયદો થાય છે. વ્યવસ્થાપકો જો આજ્ઞા પ્રમાણે કાર્ય કરે તો જ આપેલ સમયનો સદુપયોગ થયો ગણાય યાત્રિકો પણ આજ્ઞા પ્રમાણે ચાલે તો જ ઘરબાર છોડીને નીકળ્યાનો ફાયદો મેળવે અને સંઘપતિ તો ત્રણ રીતે કરણ કરાવણ અને અનુમોદન એમ ત્રણ ગુણો લાભ મેળવે જો સર્વ સંઘને ગુરૂ આજ્ઞા પ્રમાણે જ ચલાવે તો. ૧૧. :- ટ્રેન,બસમાં યાત્રા કરાવનાર વ્યક્તિએ સંઘપતિની ક્રિયા ન જ કરવી જોઈએ. સંઘપતિ તો છ’રીપાલિત યાત્રા કરાવનાર જ ગણાય છે.ટ્રેન, બસમાં યાત્રા કરાવનારે ‘યાત્રા પ્રવાસ” શબ્દનો પ્રયોગ કરવો જોઈએ, ‘સંઘ’શબ્દનો નહિં જ. બહુમાન યાત્રિકો કરે એ બરાબર છે.
(કલ્યાણ -૧૯૭૨)
co
|| ૨૭૬ ||