________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
ઘ૨-ઘરમાં એક આંખવાળા રાક્ષસનો વાસ!
–શ્રી દેવેન્દ્ર પટેલ
ટોમી નામનો એક છોકરો, એ ધીમેથી સંતાતો – છુપાતો પગથિયાં ચડી ઉપરના રૂમ તરફ સરકી રહ્યો. એણે એના પિતાની રીવોલ્વર પાછળ સંતાડી હતી. એ પોલીસમેનની રમત રમી રહ્યો હતો. ઉપરના રૂમમાં એના પિતા રોજની જેમ જ ટેલીવિઝન નિહાળી રહ્યા હતાં.
ટોમીએ એમની સામે ઊભા રહી કહ્યું ઃ ડેડી ! હેન્ડસ અપ....જલ્દી કરો નહી તો શુટ કરી દઈશ.
ટોમીના પિતા ગભરાઈ ગયા. કારણ કે ટોમીના હાથમાં બુલેટ ભરેલી રીવોલ્વર હતી.
ટોમી હસી રહ્યો હતો, એણે પિતાની સામે રીવોલ્વર તાકીને ટ્રાઈટર દબાવી દીધું. એક જ સેકન્ડમાં એના પિતા સોફામાં જ ઢળી પડયા.
ટોમીને કાંઈ ખ્યાલ આવ્યો નહી. એણે જાણે કાંઈ બન્યું જ નથી, એમ માની એની મમ્મીને જઈ પૂછયું ઃ મમ્મી ! ડેડી ટેલીવિઝન – પિકચરોની જેમ જલ્દી ઉભા થઈ જતાં કેમ નથી ?
ટોમી માત્ર પાંચ વર્ષનો હતો. ટી. વી. ફિલ્મો જોઈ પોલિસ – પોલિસની રમત રમતા એણે શું કરી નાખ્યું, એની એને ખબર નહોતી. અમેરિકાના પીટરબર્ગ નામના શહેરમાં ઘટેલી આ ઘટના છે.
હવે એક બીજો કિસ્સો.
જાન્યુઆરી ૧૯૮૩માં મલેયેશીયન અખબારોએ એક સમાચાર આપ્યા : “ચાર બાળકો મૃત્યુ માટે જ ઉડ્યા’
ઘટનાનો ઘટસ્ફોટ એવો હતો કે આ અત્યંત કુમળી વયના બાળકો ટી. વી.પર ઉડતા સુપરમેનની ફિલ્મો ખૂબ જોતાં હતા અને એક ઉંચા બીલ્ડીંગ પર જઈ તેમણે સુપરમેનની નકલ કરવા પ્રયાસ કર્યો હતો અને બધા જ મૃત્યુ
|| ૨૨૭ ||