________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
વધુ સ્પષ્ટતા કરતા વસ્તુપાળે કહ્યું :
સંઘ મારો સ્વામી છે, હું તો તેમનો સેવક છું.
સંઘ મારો પ્રધાન છે, હું તો સંઘનો પટાવાળો છું.
સંઘ મારા માથાનો મુગટ છે, આવા સંઘના પતિ બનવાનો મારો અધિકાર નથી. મારી જે કંઈ શોભા છે, તે બધી જ આ સંઘને આભારી છે....આમ, આ સંઘના ચરણ સેવક બનવાની પણ મારે લાયકાત મેળવવી પડે તેમ છે, ત્યાં એ સંઘના પતિ તરીકે મારી જય બોલાવવી એ કેટલું ભૂલ ભરેલું ગણાય ? માટે હવેથી ધ્યાન રાખજો કે, જય બોલાવો. તો સંઘની જ બોલાવજો, અને કદાચ મારી પણ જય બોલાવવી પડે, તો “સંઘ છે સ્વામી જેનો” એવા મારી જય બોલાવજો !’’
વસ્તુપાળ મંત્રીશ્વરની અર્થ ગંભીર વાત સાંભળી ને આખોય સંઘ છક્ક થઈ ગયો : ધન્ય હો વસ્તુપાળને ! સંઘના સેવક બની રહેવાની કેવી લઘુતા ! ધન્ય...ધન્ય!
આ પ્રસંગનો બોધ આજે જો હૈયામાં સ્થિર અસર કરી જાય, તો આજના જૈનસંઘની અંદર કેટલેક સ્થાને યોગ્યતા મેળવ્યા વિના સંઘપ્રમુખ, સંઘપતિ, સંઘનાયક જેવા મહત્ત્વના અને માનનીય પદો માટે થતી પડાપડી અને ભૂંસાતૂંસી અર્થહીન જણાયા વિના ન રહે !
સંઘ પ્રમુખ કે સંઘપતિના મેળાવડાઓમાં આજે એવા કેટલા સંઘ પ્રમુખો કે સંઘપતિઓ મળી આવે કે, જે પોતાને આવી રીતે સંઘના પતિ તરીકે ઓળખાવવાને બદલે, સંઘ છે પતિ જેનો, એવી પોતાની જાતને ઓળખાવે.
જૈનશાસને સંઘને જે સ્થાને મૂકવો છે, એ સ્થાન જોવિચારવામાં આવે, તો સંઘના સદા માટે સેવક જ રહેવાનું મન થયા વિના ન રહે, એવા સંઘપતિ સંઘના પતિ નહિ પણ સંઘને પતિ બનાવીને જીવે !
|| ૨૨૧ ||
“કલ્યાણ ૧૯૯૨ મે’