________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
છે.
આનો ઉપયોગ ઠંડા પીણામાં-મીઠાઈ-પીપરમેન્ટ-ચોકલેટ-દવા
શાક-દાળ-ફરસાણમાં વધુ પડતો થાય છે.
તો હવે લીંબુના ફૂલનો ઉપયોગ આપણે કરવો કે ન કરવો એ આપણાં હાથની વાત છે.
ek
લક્ષ્મીનું વર્ચસ્વ ?
આજે ધર્મસ્થાનમાં અને ધર્મકરણી તથા તપશ્ચર્યામાં લક્ષ્મીનું સામ્રાજ્ય વ્યાપી ગયું છે. અગાઉ લક્ષ્મી વ્યક્તિગત પ્રભાવ પ્રસ્થાપિત કરવાનું મહત્ત્વનું સાધન હતું. ધીમે ધીમે લક્ષ્મીએ પોતાનું સ્થાન સમાજમાં પણ વ્યાપક સ્વરૂપે જમાવી દીધું તેને પરિણામે સમાજનાં બધાં ક્ષેત્રોમાં બીજા તત્ત્વો ગૌણ બની ગયા અને દરેક બાબતમાં મૂલ્યાંકનનો માપદંડ એક માત્ર લક્ષ્મી બની ગયેલ છે. આજે તો લક્ષ્મીએ તેથી યે આગળ વધીને પોતાનું વર્ચસ્વ ધર્મ સ્થાનક અને ધર્મકરણીમાં જમાવી દીધું છે. જે સામાયિક શ્રેણિક જેવા મહારાજ પોતાનું સારું યે સામ્રાજ્ય આપતાં પણ ખરીદી ન શક્યા તે સામાયિક આજે એક બે રૂપિયામાં ખરીદવા લાગી છે. “પરિગ્રહ પરનું મમત્વ ઘટાડવા માટેની પ્રેરણા.’’ અને બળ મેળવવા માટેનું એક માત્ર સ્થાન ધર્મસ્થાનકો હતાં. તે પવિત્ર સ્થાનકમાંથી પણ એક જ પ્રેરણા મળી રહેલ છે કે લક્ષ્મી વડે ધર્મ ખરીદી શકાય છે. લક્ષ્મી વડે ધર્માત્માનું બીરૂદ મેળવી શકાય છે અને લક્ષ્મી વડે સ્વર્ગમાં પણ સ્થાન અનામત કરી શકાય છે ?
લક્ષ્મીનું ક્ષેત્ર આજે તો તેથી પણ આગળ વધી ગયું છે. લક્ષ્મીએ પોતાની પકડ પૂ. મૂનિરાજો પર પણ જમાવી દીધી છે. આજે કોઈ કોઈ મુનિરાજો માન્યતા ધરાવતા થઈ ગયેલ છે કે ભવિષ્યની સલામતી માટે લક્ષ્મી જરૂરી છે અને તેથી તેઓ સીધી કે આડકતરી રીતે ‘અપરિગ્રહધારી’” માંથી “પરિગ્રહધારી” બનવા લાગ્યા છે.
|| ૨૧૨ ||